Gujarati News

Gujarati News

News of Sunday, 10th December 2023

મોરબીના લોક કલાકાર રાજેશભાઈ અને તેની ટીમને મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની કલાકાર મંડળી ભાતીગળ કલા એવી લોક ભવાઈ રજુ કરી જનજાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા હોય જેથી મુખ્યમંત્રીએ કલાકાર રાજેશભાઈ અને તેની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે
  મુખ્યમંત્રી દ્વારા કલાકાર રાજેશભાઈ કુકરવાડિયાને શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે ગુર્જરધરાની મૂળભૂત ભાતીગળ કલા એટલે લોક ભવાઈ તમે દેશ વિદેશમાં લોક ભવાઈ રજુ કરી જન જાગૃતિનો સંદેશ ફેલાવી રહ્યા છો જે જાણીને ખુબ આનંદ થયો છે જયારે ટીવી, રેડિયો કે ફિલ્મ કે અન્ય કોઈપણ પ્રકારની ટેકનોલોજીના સાધનો ના હતા ત્યારે પ્રચાર પ્રસાર અને સમાજ જાગૃતિનું એકમાત્ર સાધન લોક ભવાઈ હતું જે લોકો લોક ભવાઈને નવજીવન પ્રાપ્ત થાય તે માટે વિદેશમાં જઈને જાગૃતિ ફેલાવવાના આપના પ્રયત્નો સરાહનીય છે આપના પ્રયાસોથી ગુજરાતની મૂળ ભાતીગળ કલાને પ્રોત્સાહન મળશે અને ગુજરાતની સંસ્કૃતિનો ફેલાવો થશે તેવી આશા છે
આપના પ્રયાસો સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા સાથે આરાસુરી લોક ભવાઈ મંડળ, નાના રામપરના તમામ કલાકારોને અભિનંદન પાઠવું છું તેમ પત્રમાં જણાવ્યું હતું.

 

(11:50 pm IST)