Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઉતરાયણ પર્વે અશોક ચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા જીલ્લા એસપીને રજૂઆત

મોરબી ક્રાંતિકારી સેનાની રજૂઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: હાલ ઉતરાયણ પર્વે માર્કેટમાં અશોકચક્ર વાળી પતંગો નું વેચાણ કરવામાં આવતું હોય છે જે દેશના તિરંગાનું અપમાન થતું હોય જેથી આવી પતંગોનું વેચાણ અટકાવવા રજૂઆત કરી છે.

ક્રાંતિકારી સેના મોરબી દ્વારા જીલ્લા એસપીને રજૂઆત કરી જણાવ્યું છે કે ઉતરાયણ પર્વ નિમિતે બજારમાં પતંગ સ્ટોલ પર તિરંગા પતંગોનું વેચાણ થાય છે અગાઉ માત્ર ત્રણ કલર વાળી પતંગો વેચાતી હતી હવે તિરંગા કલર સાથે અશોકચક્ર નિશાન પણ જોડવામાં આવે છે જે પગંત ઉદય પછી ગમે ત્યાં પડે છે જેથી દેશના તિરંગાનું અપમાન થાય છે જેથી તાત્કાલિક આ અંગે યોગ્ય કરવા અને આવી પતંગોનું વેચાણ અટકાવવા જરૂરી પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

(10:19 am IST)