Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કચ્છ આવેલા લંડનના શંકાસ્પદ સ્ટ્રેનવાળા દર્દીઓ રિપોર્ટ આવ્યા પહેલા જ સ્વસ્થ : કોરોનાના નવા દર્દીઓ ૨૦

ભુજ તા. ૧૧ : કચ્છમાં લંડનથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનવાળા શંકાસ્પદ ત્રણ દર્દીઓના પુના મોકલાયેલા રિપોર્ટ હજી આવ્યા નથી. જોકે, તે પહેલાં જ આ ત્રણેય દર્દીઓ સાજા થઈ અને ઘેર ગયા છે. દરમ્યાન કોરોનાના નવા ૨૦ કેસ નોંધાયા છે. અત્યારે એકિટવ દર્દીઓ ૨૨૧ છે. જયારે કુલ દર્દીઓ ૪૨૩૪ નોંધાયા છે. જે પૈકી ૩૮૯૨ સ્વસ્થ થયા છે. જયારે ૮૧ના મોત થયા છે.

ભુજમાં બાળકી સાથે અડપલા

ભુજના સુરાલભીટ વિસ્તારની ઝુપડપટ્ટીમા પાડોશીએ માતા પિતાની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસીને ૧૧ વર્ષની બાળા સાથે અડપલાં કર્યા હતા. બે સંતાનોના બાપ એવા પડોશી ઢગાએ કરેલી હરકત પછી સગીરાએ બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા. દરમ્યાન બાળકીના પિતાએ નાસી છૂટેલા આરોપી શામજી દેવજી સથવારા સામે ફરિયાદ લખાવતા ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:00 pm IST)