Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જાનીવડલાના વીડ જંગલમાં ૬૯ હજારનો દારૂ ઝડપાયો

ચોટીલા તાા.૧૧: ચોટીલાા પંથકનાં જાનીવડલા ગામના વીડ જંગલમાં પોલીસે છાપોો મારી ઓરડીીમાં છુપાવેેલ ૬૮૯૨૮૦ નો ઇગ્લીશ દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરેલ છે.

ચોટીલા વિસ્તારમાં ઇગ્લીશ દારૂ બિયરનો ધંધો ફુલોફાલ્યો છે. અનેક વખત મોટો જથ્થો ઝડપાય છે ત્યારે ઠંડીમાં પ્યાસીઓને ગરમાવો આપવા બુટલેગરો પણ સક્રિય બની જતા હોય છે આવા સમયે ડીવાયએસપી સી. પી. મુંધવા ની સુચના થી પેટ્રોલીંગ પોલીસ કરી રહેલ હતી

પીઆઇ બી. કે પટેલને હકિકત મળતા પેટ્રોલીંગ ટીમને જાણ કરતા જાનીવડલાનાં રહીશ જેઠુરભાઇ અમરાભાઇ કાઠી દરબારની કબ્જા ભોગવટાની વીડી જંગલમાં આવેલ ઓરડીમાં કેતનભાઇ ચાવડા, શૈલેષભાઇ, જગાભાઇ, નરેશભાઇ, ભીખાભાઇ, સરદારસિંહ રાજુભાઇ સહિતનાએ સ્થળ શોધી રેઇડ કરતા અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની ૭૫૦ એમ એલ ની બોટલ નંગ ૧૮૬૦ તેમજ કિંગ ફિશર બિયર ટીન નંગ ૧૨૦ મળી કુલ રૂ. ૬૮૯૮૨૦દ્ગટ મુદ્દામાલ આરોપીએ પોતાના કબજામાં વેચાણ માટે રાખેલ મળી આવેલ આરોપી રેઇડ દરમિયાન હાજર નહી મળતા તેના વિરૂદ્ઘ નશાબંધી સુધારા પ્રોહી કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ પીએસઆઇ એમ કે ગોસાઇને સોપવામાં આવેલ છે.

(12:01 pm IST)