Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દ્વારકાની જર્જરીત અને બંધ મિલ્કતોનો નવા રૂપ રંગ સાથે થશે પુનઃનિર્માણઃ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષ વિઠલાણી

વિશ્વ લોહાણા મહાપરિષદનાં પ્રમુખે દ્વારકામાં લોહાણા મહાજનાના આગેવાનો-કાર્યકરો સાથે મુલાકાત લીધી

દ્વારકા : તસ્વીરમાં દ્વારકા ખાતે લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણીનું સ્વાગત કરતાં 'અકિલા'નાં પત્રકાર વિનુભાઇ સામાણી, પાલિક પ્રમુખ જયોતિબેન સામાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિત આગેવાનો નજરે પડે છે. (તસ્વીર :- દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૯ :.. તાજેતરમાં સમગ્ર વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખપદનો તાજ પહેરનાર ઉદ્યોગપતિ સતિષભાઇ વિઠલાણીએ ગઇકાલે દ્વારકા ત્થા તાલુકાના મહાજનો અને લોહાણા સમાજ આયોજીત સંસ્થાના વડાઓ ત્થા પ્રતિનિધિઓ સાથે મિલન મુલાકાત કરી હતી આ તકે વિઠલાણીનું જાહેર સન્માન પણ થયું હતું.

દ્વારકા લોહાણા મહાજન આયોજીત કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ રસીક દાવડા ત્થા ટ્રસ્ટી બચુભાઇ વિઠલાણી, ઓખા મહાજનના પ્રમુખ મોહનભાઇ બારાઇ, સુરજ કરાડીના પ્રમુખ ચંપકભાઇ બારાઇ ત્થા મીઠાપુર લોહાણા મહાજન વતી દિલીપ કોટેચા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઇ સામાણી, ટુર ટ્રાવેલ્સ એસો.ના વિનુભાઇ સામાણી, પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી, હોટેલ એસોસીએશનના પ્રમુખ નિર્મલ સામાણી, રઘુવંશી સમાજના પ્રમુખ અશ્વિન ગોકાણી ત્થા શિવ ગંગા ટ્રસ્ટના ઇશ્વર ઝાપટીયા, અને પરેશભાઇ ઝાપટીયા પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા ત્થા લોહાણા રઘુવંશીઓ અરવિંદ રાયમગીયા, વિજય ભાયાણી, જેન્તી પાબારી, પારસ રાયઠઠ્ઠા, ચંદુભાઇ બારાઇ વિગેરેએ સતિષભાઇ વિઠલાણી ત્થા રશ્મિબેન વિઠલાણીનું સ્વાગત - સન્માન કર્યુ હતું.

સન્માનના પ્રત્યુતરમાં સતિષભાઇએ મહાજનો ત્થા આગેવાનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે દ્વારકા એક વિશ્વનું ધર્મ, સેવા અને શ્રધ્ધાનું કેન્દ્ર બિન્દુ છે. જેમાં લોહાણાની સૌથી વધુ વસ્તી આવેલી છે. તેનું ગૌરવ પૂર્વક નોંધ લીધી છે.

દ્વારકામાં આવેલી લોહાણા સમાજની દરેક મિલ્કતોની જાત મુલાકાત બાદ કહ્યું હતું કે હાલમાં બંધ પડેલી મિલ્કતો ત્થા જર્જરીત મિલ્કતો છે જેનો સદ્ઉપયોગ થાય અને તેની આવકમાંથી સમાજના ઉત્કર્ષના કાર્યો થાય તેના ઉપર ભારપૂર્વક વિચાર વિમર્શ કરીને ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવા તરફના પ્રયત્નો થશે.

તેમજ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ની મળતી જરૂરી સહયની યોજના માંથી સમાજના લોકોને જરૂરી લાભો ત્થા શિક્ષણ અને મેડીકલ જેવા અનેક પ્રકારના મળતા લાભો સમાજનું કેન્દ્ર કાર્યલય ખોલવા પણ  વિઠલાણીએ લોહાણા મહાજનને અપીલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજય ભાયાણીએ કર્યુ હતું અને દ્વારકા ત્થા તાલુકાના મહાજનો દ્વારા થતા લોક કલ્યાણના કાર્યોની વિકાસ થંભી વણઝારની માહિતી પુરી પાડી હતી. (પ-ર૩)

દ્વારકાની મિલ્કતો માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવી જોઇએઃ નિર્મલ સામાણી

લોહાણા મહાજનના કાર્યક્રમમાં રઘુવંસી સમાજના ઉત્કર્ષના ઉત્સાહી યુવાન નિર્મલ સામાણીએ વિઠલાણીની બંધ પડેલા મિલ્કતોના નવા રૂપ રંગ સાથે એક ખાસ દરેક મિલ્કતના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજી વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા વિચાર વિમર્શ કર્યા હતા જે બાબતે સમગ્ર સમાજના આગેવાનોએ પણ સકારાત્મક સુર પુરાવયો હતો અને નિર્મલ સામાણીની વાતને સમર્થન આપ્યું હતું.

લોહાણા સમાજની મહિલાઓ સાથે પણ બેઠક યોજાઇ

દ્વારકા પાલિકાના પ્રમુખ જયોતિબેન સામાણી ત્થા ચાંદનીબેન, રંજનબેન, અનસુયાબેન વિગેરે મહિલાઓ સાથે લોહાણા મહા પરિષદના મહિલા પાંખના પ્રમુખ રશ્મિબેન વિઠલાણીએ મહિલાઓ દ્વારા થતી સમાજના ઉત્કર્ષની કામગીરીની પણ સમીક્ષા કરી હતી અને પરિષદ દ્વારા સમાજની મહિલાઓ માટેના જરૂરી લાભો ત્થા કાર્યોની માહિતી મહિલા સંગઠનની બહેનોને આપી હતી

(12:07 pm IST)