Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ટંકારા તાલુકામાં કિસાન સુર્યોદય યોજનાનો મોહનભાઇ કુંડારીયા દ્વારા શુભારંભ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૧: ટંકારા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો મોહનભાઈ કુંડારીયા દુવારા શુભારંભ . ૧૩ ગામના ૨૨૮૭ ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે વીજ પાવર મળશે.

ટંકારા તાલુકા માં કિસાન સૂર્યોદય યોજનાનો તારીખ ૧૦ના રોજ મોહનભાઈ કુંડારીયાના વરદ હસ્તે પ્રભુચરણ આશ્રમ ખાતે શુભારંભ કરાયેલ. ૧૩ ગામના ૨૨૮૭ ખેડૂતોને દિવસે ખેતીવાડી માટે વીજ પાવર મળશે .

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ તારીખ ૧૦/૧/૨૦૨૧ના રોજ આ સંસદ સભ્ય મોહનભાઈ કૂંડારીયાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા મહામંત્રી હરેશભાઈ ઘોડાસરા , જયરાજસિંહ જાડેજા તેમ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, સંજયભાઈ ભાગીયા, ભવાનભાઈ ભાગીયા,પ્રભુલાલ કામરિયા, માજી સરપંચ કાનાભાઈ ત્રીવેદી ઉપસ્થિત રહ્યા. હતા.

આ કિસાન સૂર્યોદય યોજનામાં ટંકારા તાલુકાના તેર ગામોના ૨૨૮૭ ખેડૂતોને દિવસના ખેતીવાડીમાં વીજ પાવર મળશે. ટંકારા તાલુકામાં ટંકારા, અમરાપર, ભુત કોટડા, ધ્રોલિયા,હડમતીયા, હીરાપર, જબલપુર, જીવાપર, મીતાણા, નેસડા સુરજી ,સરાયા , ટોળ, અને વિરવાવ સહિત૧૩ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં વીજ પાવર અપાશે. સવારે ૫ થી ૧ અને બપોરે ૧ થી ૯ વીજ પુરવઠો અપાશે.

આ કાર્યક્રમમાં પી.જી.વી.સી.એલના ડોબરીયા તથા જેટકોના જે. ડી. સોલાની વિગેરે ઉપસ્થિત રહેલ.

(12:09 pm IST)