Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

લોહાણ મહાપરિષદનાં વૈશ્વિક પ્રમુખશ્રી સતીષભાઇ વિઠલાણીનું સ્વાગત અને બહુમાન કરતા ઓખા મંડળનાં લોહાણા અગ્રણીઓ

ઓખા : તાજેતરમાં દ્વારકાની મુલાકાતે આવેલા લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખ સતીષભાઇ વિઠલાણીનું બહુમાન ઓખા મંડળનાં લોહાણા અગ્રણી શ્રી અનુપમભાઇ બારાઇ, ત્થા મુકેશભાઇ કાનાણીએ ભગવાન શ્રી દ્વારકાધીજીની છબી આપી કર્યુ હતું. આ પ્રસંગે સૂરજકરાડી લોહાણા મહાજન પ્રમુખ ચંપકભાઇ બારાઇ ત્થા અન્ય અગ્રણીઓ દિલીપભાઇ કોટેચા, મુકેશભાઇ પાઉં, રમેશભાઇ મોદી સહિતના અગ્રણીઓ પણ  ઉપસ્થિત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે લોહાણા મહાપરિષદનું પ્રમુખપદ સંભાળી લીધા બાદ શ્રી વિઠલાણીએ દરેક દરેક મહાજનની મુલાકાતે જઇ એક નવી જ કેડી કંડારી છે અને સંગઠનને મજબુત બનાવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે. (તસ્વીર - અહેવાલ ભરત બારાઇ-ઓખા)

(12:20 pm IST)