Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઇંગ્લીશ દારૃની બોટલ નંગ -૧૫ કિ. રૃ. ૧,૫૦૦નો મુદ્દામાલ ઝડપી લેતી રાજુલા પોલીસ

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા,તા. ૧૧: અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ જીલ્લામાંથી દારૃ જુગારની બદીને દુર કરવા અને દારૃનુ વેચાણ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૃરી સુચના કરેલ હોય જે અન્વયે શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાના માર્ગદર્શન અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ આર.એમ.ઝાલાની સુચના મુજબ આજરોજ પો.સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમીરાહે બે ઇસમોને રાજુલા ટાઉન બીડીકામદાર વિસ્તારમાથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૃની ક્રિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી બોટલ નંગ-૧૫ કિરૃ.૧૫૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવેલ જે અંગે આરોપીઓ વિરૃધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પોલીસે ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ ઝાંખરા ઉ.વ.૨૬, અફજલભાઇ અમીરભાઇ જાડેજા ઉ.વ.૨૫ (રહે.રાજુલા બીડીકામદાર જી.અમરેલી)નેઝડપી લીધેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ આર.એમ.ઝાલા તથા હેઙકોન્સ એમ.કે.પિછડીયા તથા પો.કોન્સ એમ.બી.ભુવા તથા પો.કોન્સ આર.કે.પરમાર તથા પો.કોન્સ એ.એન.વાજા તથા પો.કોન્સ વાય.જે.વાળા દ્વારા કરવામાં આવેલ છે.

(1:07 pm IST)