Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કોંગેસ, ભાજપ, આપમાંથી લડવા પડાપડી !!!

ખંભાળીયાઃ પાલીકા ચુંટણી લડવા ઉમેદવારોનું બજાર ગરમ !!

ખંભાળીયા, તા.,૧૧: નગર પાલીકાની ચુંટણી આવનાર હોય આ ચુંટણીના સંઘર્ષમાં ખંભાળીયામાં ભાજપ, કોંગ્રેસ તથા આપ પાર્ટી દ્વારા મીટીંગો યોજીને તૈયારીઓ શરૃ કરવામાં આવતા ઉમેદવારી કરવા માટે પડાપડી શરૃ થઇ છે.

ખંભાળીયા પાલીકામાં કરોડો રૃપીયાના વિકાસકાર્યો થતા હોય તથા કેટલાક પાલીકાના સભ્ય અને કેટલાક સભ્યના પતિદેવો રોડ રસ્તાના કોન્ટ્રાકટરો રાખીને ગાડીઓ વારા થઇ ગયા હોય આ ભ્રષ્ટાચારની નદીમાં નાહવા માટે પણ પડાપડી થઇ રહી છે.

તો કેટલાક વર્ષો છતા હજુ વિકાસ થયો ના હોય તથા સારી રીતે ગુણવતા વાળા કામો ના થતા હોય મક્કમ રીતે લડત આપવા માટે પણ ઉમેદવારી માટે તૈયારીઓ કરવા લાગ્યા છે.

જો કે ઉમેદવારો થવા માંગતામાં યુવાનો મોટી સંખ્યામાં છે તેમાંના લોકોને પ્રથમ ભાજપ પછી કોંગ્રેસ  અને પછી આપ અને જો કયાંયની  ના મળે તો અપક્ષ થઇને પણ લડવા માટે તૈયારીઓ કરી રહયા છે તથા ગૃપ પેનલો બનાવવા માટેના સંપર્કો પણ શરૃ કરી દીધા છે.

(1:08 pm IST)