Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સાવરકુંડલાના મોલડી ગામે મોલડી- વિઠ્ઠલપુર બ્રીઝ, સી.સી. રોડ પીક અપ બસ સ્ટેન્ડ તથા જાહેર શૌચાલયનું ધારાસભ્ય પ્રતાપ દુધાતના હસ્તે ખાતમુહૂર્ત

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૧૧: ઘણા સમયથી સાવરકુંડલા તાલુકાના મોલડી-વિઠ્ઠલપુર જવાના રસ્તે બ્રીજ આવેલ હતો જે જર્જરિત હાલતમાં હતો અને લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, તેમને તાત્કાલિક ધોરણે સરકારશ્રીમાં મંજુર કરવામાં આવેલ (૫૦.લાખ) તેમજ વિકાસ નાં કામ અર્થે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી મોલડી ગામમાં સી.સી.રોડ (૨.૫ લાખ) તેમજ અવાર નવાર મોલડી ગામમાં પીકઅપ બસ સ્ટેન્ડની માંગણી હતી તે પણ પોતાની ગ્રાન્ટમાંથી ૨.૫ લાખ ફાળવેલ અને જાહેર શૌચાલય માટે ૨લાખ ૪ હજારની રકમ ફાળવીને તાત્કાલિક ધોરણે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા મંજુર કરવામાં આવેલ હતા, આજ રોજ પોતાના મતવિસ્તાર સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતના હસ્તે આ તમામ વિકાસનાં કામોનું ખાતમુર્હુત કરવામાં આવેલ અને તેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા , પીઢ કોંગ્રેસ આગેવાન બાબુદાદા, દાનુબાપુ ખુમાણ, દીલીપગીરી મહત, હાર્દિકભાઈ કાનાણી માજી પ્રમુખ જીલ્લા પંચાયત તથા ભરતભાઈ ગીડા માજી ચેરમને શ્રી જીલ્લા પંચાયત, અશ્વિનભાઈ ધામેલીયા માજી કારોબારી ચેરમેન શ્રી તાલુકા પંચાયત સાવરકુંડલા , ભૌતીકભાઈ સુહાગીયા પ્રમુખ યુથ કોંગ્રેસ, મોલડી સરપંચ શ્રી અફ્લાતુંનભાઈ ખુમાણ ,ધાર ઉપ સરપંચ શ્રી શિવરાજભાઇ ખુમાણ તેમજ લોક સરકાર ઇન્ચાર્જ શ્રી શિવરાજભાઇ ખુમાણ, બીચ્ચુભાઈ ખુમાણ, ચંદ્રેશભાઈ કાનપરિયા, લાલજીભાઈ કાનપરિયા, ભરતભાઈ ખુમાણ, રમેશભાઈ ખુમાણ, દીપૂભાઈ ખુમાણ, છબીલ મહારાજ, રસીકદાદા ગોર, મગનભાઈ ગજેરા (આંકોલડા) ઇન્દુભારથી, પ્રતાપભાઈ ખુમાણ, પ્રવીણભાઈ સાવલિયા (વિઠ્ઠલપુર) વગરે હાજર રહ્યા હતા.

આમ પોતાના મતવિસ્તારના મોલડી ગામે લોક ઉપયોગી અને જન હિતાર્થે વિકાસનાં કામોને ધ્યાને લઈને પોતાના ફંડમાંથી લોકોને સુવિધાઓ મળી રહે તેવા શુભ આશયથી ફંડની રકમ ફાળવીને મોલડી ગામમાં કામો શરુ કરાવવામાં આવેલ છે.

(1:10 pm IST)