Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામનગર જીલ્લામાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે ધો. ૧૦-૧ર નાં વર્ગોનો પ્રારંભ :

જામનગર : જિલ્લામાં આજથી શાળાઓમાં ધોરણ-૧૦, ૧ર ના વર્ગો શરૃ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને કોરોનાની તકેદારીઓ રાખવા ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડીસ્ટન્સ અને માસ્ક સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાઓમાં શિક્ષણની સાથે ઓનલાઇન શિક્ષણ પણ શરૃ રાખવામાં આવ્યું છે. જામનગરની પ્રણામી સ્કુલમાં બેન્ચો પર ખાસ સોશિયલ ડીસ્ટન્સ માટે માસ્ક સાથે બેઠક વ્યવસ્થા ગોઠવાય છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો :- કિંજલ કારસરીયા જામનગર)

(1:11 pm IST)