Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જુનાગઢમાં નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ જુનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુન્હાના નાસતા ફરતા અરોપીઓને શોધી કાઢી તેઓ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું સુચના અન્વયે તેમજ મ્હે. ડીજીપી તરફથી નાસતા ફરતા આરોપીઓને  પકડી પાડવા તા. ૧૦-૧-ર૦ર૧ થી તા. ૯-ર-ર૦ર૧ સુધી ખાસ ઝંૂબેશનું આયોજન કરવામાં આવેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એચ. આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના પો. સ. ઇ. શ્રી ડી. જી. બડવા તથા પો. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં.

પોલીસે આશીષ ઉર્ફે આશીફ હારૃનભાઇ દાદોઇ મલેક, શેરૃ ઉર્ફે શેર આલમ મહમદ યુસુફ મકરાણી, જુવાનસિંહ અભુભાઇ ભાટી, ભુપત ઉર્ફે વિપુલ ઉર્ફે કડી સુરાભાઇ સુત્રેજા (મેર) સામે કાર્યવાહી કરી છે.

(1:13 pm IST)