Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોરબીમાં પરિણીતા આપઘાત કેસમાં આરોપીને કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૧: પરિણીતા આપઘાત કેસ મામલે ફરિયાદ નોંધાઈ હોય જે કેસમાં આરોપીએ મોરબી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હોય જે કોર્ટે મંજુર કરતા આરોપીનો આગોતરા જામીન પર છુટકારો થયો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી કે આરોપીએ રસોઈ કામ તેમજ કરિયાવર મામલે દુખ ત્રાસ આપી ફરિયાદીની દીકરીને મરવા મજબુર કરતા તા. ૨૪ ના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે મામલે પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી એક મહિલા આરોપીની ધરપકડ બાકી હોય જે મહિલા આરોપીએ યુવા એડવોકેટ જીતેન અગેચણીયા મારફત આગોતરા જામીન અરજી કરી હતી અને મહિલા આરોપીના વકીલે દલીલ કરી હતી કે મરણ જનારને કયારેય કોઈ ત્રાસ આપેલ હોવાનું બનેલ નથી આરોપી અલગ રહેતા હોય તેનું દ્યર અલગ હોય અને તેને હાલ ૯ માસનો ગર્ભ હોય કયાય હરીફરી સકે એવી સ્થિતિમાં નથી જેને મૃતકને આપદ્યાત કરવો પડે તેવા સંજોગો ઉપસ્થિત કરવામાં આવેલ હોય કે ઉશ્કેરણી કરેલ હોય તેવું માની સકાય તેમ નથી.

આરોપી મહિલા વર્ષોથી મોરબી રહે છે અને કયાય નાસી સકે તેમ નથી તેવી દલીલો કરી હતી આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને રૃ ૨૫ હજારના શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો છે જે કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા, જીતેન અગેચણીયા, સુનીલ માલકીયા, જે ડી સોલંકી, મોનીકાબેન ગોલતર રોકાયેલ હતા.

(1:19 pm IST)