Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જસદણ પાલીકા કારોબારી ચેરમેન આગબબુલાઃ પાલીકાની તમામ દબાણની જમીન ખાલી કરવા લેખીત માંગણી

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ, તા., ૧૧: જસદણની મેઇન બજાર લાતી પ્લોટ સ્ટેશન રોડ બજરંગનગર, આટકોટ રોડ, ગઢડીયા રોડ, કમળાપુર રોડ, મોતી ચોક, ગીતાનગર આદમજી રોડ, શાક માર્કેટ, સમાત રોડ, એસટી ડેપો પાછળનો વિસ્તાર, જુના બસ સ્ટેન્ડ, ગેબનશા સોસાયટી, સ્મશાન રોડ, ટેલીફોન જેવા ૩૫ જેટલા વિસ્તારોમાં નગર પાલીકાની માલીકીની જમીનો અને સાર્વજીજનીક પ્લોટો પર ભુ માફીયાઓએ કાયદાની ઐસી તૈસી કરી વર્ષોથી બાંધકામ કરી અને પોતાની જગ્યા આગળ પાછળ જે પાલીકાના રોડ રસ્તા આવે   છે. એ જગ્યા પર બબ્બે પાંચ પાંચ ફુટનું દબાણ કર્યુ હોવાથી જસદણની રૈયત ધોળે દિવસે પણ મોકળાશથી ચાલી શકતી નથી આવા અનેક બાંધકામો ભુમાફીયાઓએ તો કેટલાય વેચી નાખ્યા છે અને કેટલાય ધમધમી રહયા હોવા છતા વગ, નાણાના જોરે પાલીકા ઓકેનું સર્ટીફીકેટ આપતી હોવાથી અત્યાર સુધીમાં પાલીકાની અબજો રૃપીયાની જગ્યા પર દબાણ કરનારનો વાળ પણ વાંકો થતો ન હોય ત્યારે જસદણ નગર પાલીકાના કારોબારી ચેરમેન કાજલબેન પ્રવિણભાઇ ધોડકીયાએ જસદણ નગર પાલીકાના ચીફ ઓફીસરને લેખીતમાં આપી આ તમામ ગેરકાયદે બાંધકામો દુર કરી રાહદારીઓ, વાહન ચાલકોને સુખ આપવા માંગણી કરેલ છે.

જસદણ નગર પાલીકામાં રપ વર્ષમાં અનેક ચીફ ઓફીસરો આવ્યા અને ગયા પણ દબાણ હટાવી શકયા નથી. પરીણામે ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા અને હજુ પણ મંજુરી વગર ખડકાતા જાય છે.

કારોબારી ચેરમેન કાજલબેનએ ચીફ ઓફીસરને લેખીતમાં જણાવ્યું છે. ત્યારે ગેરકાયદે બાંધકામો તુટશે ખરા?  અને પાલીકાની જગ્યા  ખુલ્લી થશે  ખરી? પાલીકાના ભાજપ શાસીત બોડીના કારોબારીના ચેરમેન કાજલબેને ચીફ ઓફીસરને લેખીતમાં એ પણ જણાવ્યું છે કે જે લોકો ગેરકાયદે બાંધકામો કરાવ્યા છે એને પ્રથમ નોટીસ અને ખાલી ન કરે તો તેની સામે ગુજરાત સરકારના કાયદા લેન્ડ ગ્રેબીંગ મુજબ કાયદેસર કાર્યવાહી કરો.

(1:26 pm IST)