Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બેન્‍કમાં ભરતીના નામે મોટી રકમ પડાવતા શખ્‍સોથી ચેતો

જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જીલ્લા સહકારી બેન્‍ક લી. જુનાગઢ, પોરબંદર અને ગીર-સોમનાથ ત્રણ જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. અને કાર્યક્ષેત્રનાં વિસ્‍તારમાં ૪પ શાખાઓ છે. તાજેતરમાં બેન્‍કનાં મેનેજમેન્‍ટના ધ્‍યાન પર આવેલ છે કે, અમુક ઇશમો, શખ્‍સો દ્વારા ધી જુનાગઢ જીલ્લા સહકારી બેન્‍ક લી.માં કલાર્ક - પટાવાળાની ભરતી કરવાની છે, અને ઇશમો-શખ્‍સોએ ઇચ્‍છુક ઉમેદવારોને આ બેન્‍કમાં નોકરી આપવાની લાલચ, પ્રલોભન આપી ભ્રમીત કરી તેઓ પાસેથી મોટી રકમો પડાવી લીધેલ છે. પટાવી રહ્યા છે.

બેન્‍ક તરફથી બેન્‍કમાં કોઇપણ કક્ષાનાં કર્મચારીઓની ભરતી કરવા માટેની કોઇ પ્રક્રિયા ચાલુ નથી. જેથી આવા ઇશમો, શખ્‍સોના ખોટા પ્રલોભનો, ખોટી અફવાથી બચવા માટે સમગ્ર જાહેર જનતાને સાવચેત રહેવા આવા ઇસશો, શખ્‍સો ખોટા પ્રલોભન, વચનોનો ભોગ બનેલા ઇચ્‍છુક ઉમેદવારો, શખ્‍સો આ સંદર્ભે બેન્‍કનાં ચેરમેન ડોલરભાઇ કોટેચા, વાઇસ ચેરમેન મનુભાઇ ખુંટી, મેનેજીંગ ડીરેકટર દિનેશભાઇ ખટારીયા તેમજ બેન્‍કનાં ડીરેકટરશ્રીઓને લેખિત ફરીયાદ કરી શકે છે. તેમજ આ અંગે કાનુની કાર્યવાહી પણ કરી શકે છે. અને આ કાર્યવાહી માટે બેન્‍ક સહયોગી બનશે.

(1:38 pm IST)