Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નાણાની જરૂર હોય જુનાગઢના ઉંદેડીએ એકટીવા ચોરી લીધું

જુનાગઢ, તા., ૧૧: રેન્‍જના ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જુનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્‍કત વિરૂધ્‍ધના ગુન્‍હાઓ અને ગંભીર ગુન્‍હાઓ ડિટેકટ કરી આરોપીઓને પકડી પાડવા માટે જીલ્લાના તમામ પોલીસ અમલદારોને સુચનાઓ કરવામાં આવેલ હતી.

ગિરીરાજ રોડ ઉપર એસટી સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટ જુનાગઢ ખાતે રહેતા અને હવેલી ગલી ખાતે રઘુનાથ ચેમ્‍બરમાં ગૌરવ નોવેલ્‍ટી સ્‍ટોર નામની દુકાન ધરાવી વેપાર કરતા ફરીયાદી ચંદભાઇ દાસુમલભાઇ મુલ ચંદાણી સિંધીનું હોન્‍ડા કંપનીનું એકટીવા મોટર સાયકલ જી.જે. ૧૧ એએમ ૬૭૬૦ કિંમત રૂા. ૧પ૦૦૦ ખોજાવાડમાં ડંકી પાસે પાર્ક કરેલ ત્‍યાંથી કોઇ અજાણ્‍યા વ્‍યકિત દ્વારા ચોરી કરવામાં આવેલ હતું. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી પો.સ.ઇ. જે.એચ.કછોટ  સ્‍ટાફના હે.કો. માલદેભાઇ, સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, રમેશભાઇ, સુભાષભાઇ, દીનેશભાઇ, ભનુભાઇ સહીતના સ્‍ટાફની ટીમ દ્વારા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પ્રતીક મશરૂ. પો.કો. રાહુલગીરી, અંજનાબેન, પ્રવિણાબેન સહીતના સ્‍ટાફની ટીમ દ્વારા સીસીટીવી કેમેરા તથા ટેકનીકલ સોર્સ આધારે મળેલ માહીતી મુજબ આ વાહન ચોરીના ગુન્‍હામાં સંડોવાયેલ આરોપી અજય ઉર્ફે ઉંદેડી ધીરજલાલ બુધ્‍ધદેવ લોહાણા ઉ.વ.૩૭ રહે. નાગરવાડા, આશુતોષ એપાર્ટમેન્‍ટ, જુનાગઢને ચોરીમાં ગયેલ વાહન હોન્‍ડા કંપનીનું એકટીવા મોટર સાયકલ જીજે ૧૧ એમ ૬૭૬૦ કિંમત રૂા. ૧પ,૦૦૦ સહીતનો મુદામાલ પણ કબજે કરવામાં આવેલ છે.

 પુછપરછ કરવામાં આવતા રૂપીયાની જરૂરત હોઇ, મોટર સાયકલ વહેંચીને રૂપીયા મેળવવા માટે પોતે આ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની પણ કબુલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભુતકાળમાં ર૦૧૬ની સાલમાં દારૂ પીવાના ગુન્‍હામાં પકડાયેલ છે.

પકડાયેલા આરોપી અન્‍ય કોઇ આ પ્રકારના ગુન્‍હામાં પકડાયેલા વોન્‍ેટેડ છે કે કેમ? બીજા કોઇ વાહન ચોરીના ગુન્‍હાઓ આચરેલા છે કે કેમ? વિગેરે બાબતે પુછપરછ હાથ ધરી આગળની તપાસ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પો.સ.ઇ. જે.એચ.કછોટ તથા સ્‍ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(1:39 pm IST)