Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જુનાગઢનાં ડુંગરપુરમાં પોલીસની ફરજમાં રૂકાવટ કરનાર પાસા હેઠળ જેલ હવાલે

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧ :.. રેન્‍જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ ડુંગરપુર ગામના પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરનાર માથાભારે ઇસમ ફીરોજશા કરીમશા રફાઇ ઉ.૩૦ રહે. ડુંગરપુર, તા. જી. જુનાગઢ વાળા વિરૂધ્‍ધ જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન દ્વારા પાસા દરખાસ્‍ત તૈયાર કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તથા કલેકટરશ્રી સૌરભ પારધી તરફ પોલીસ અધિક્ષક શ્રી મારફત મોકલતા. જિલ્લા મેજીસ્‍ટ્રેટશ્રી તથા જિલ્લા કલેકટરશ્રી જુનાગઢ દ્વારા આવી ગે. કા. પ્રવૃતિની ગંભીરતા સમજી ત્‍વરીત જુનાગઢ જિલ્લાના માથાભારે ફીરોજશા કરીમશા રફાઇ ફકીર ઉ.૩૦ રહે. ડુંગરપુર, તા.જી. જુનાગઢવાળા વિરૂધ્‍ધ પાસા વોરન્‍ટ ઇસ્‍યુ કરવામાં આવેલ છે.આરોપીને દબોચી લઇ જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે લાવી કોવીડ-૧૯ ટેસ્‍ટ નેગેટીવ આવતા આજરોજ તા. ૧૦-૧-ર૧ ના ક. ૧૩-૦૦ વાગ્‍યે અટક કરી સેન્‍ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ કામગીરી પો. હેડ કોન્‍સ્‍ટેબલ વિક્રમભાઇ ચાવડા, શબ્‍બીરખાન બેલીમ, સાહિલ સમા, દિનેશભાઇ કરંગીયા, ભરતભાઇ સોનારા સહિતે કરી હતી.

 

 

(1:40 pm IST)