Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામકંડોરણાના ચિત્રાવડ ગામે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૬ પકડાયા

અશોક પટેલ વાડીમાં જુગાર રમાડતોતો : ૧.૨૦ લાખનો મુદામાલ કબ્જે : ભાયાવદરના ખાખી જાળીયા ગામે જુગાર રમતા બે પકડાયા : ત્રણ શખ્સો છનન : જસદણમાં જુગાર રમતા બે શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ,તા.૧૦ : જામકંડોરણાના ચિત્રાવડ ગામે વાડીમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

ચિત્રાવડ ગામે અશોક મગનભાઇ પાંચાણી પટેલ તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા જામકંડોરણાના હેડ કો. મગનભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા વાડી માલીક અશોક પટેલ, ગોપાલ ભુરાભાઇ હાસલીયા, અરવિંદ હિરાલાલ હાંસલીયા, વનરાજસિંહ ચુડાસમા, દિનેશ કાંતીલાલ પાંચાણી રે. તમામ ચિત્રાવાડ, તથા ભૈયા દાનાભાઇ ચાજડા રે. જૂના માત્રાવડને. રોકડા રૂ. ૨૧૨૭૦, મોબાઇલ તથા ૪  વાહનો મળી કુલ રૂ. ૧,૨૦,૭૭૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ ભાયાવદરના પો.કો. મેરૂભાઇ મકવાણા સહિતના સ્ટાફે ખાખીજાળીયા ગામે મોજ નદી કાંઠે મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર વેલજીભાઇ કોળી તથા વિક્રમ ગોવિંદભાઇ કનારાને ઝડપી લીધા હતા જ્યારે મેરામણભાઇ વાણીયા, તથા નાના આલાભાઇ મકવાણા  તથા મેરામણ બાવનજીભાઇ ઘોયલ રે. તમામ ખાખીજાળીયા નાસી છુટ્યા હતા ભાયાવદર પોલીસે ૪૨૩૦ રોકડા અને ગંજીપાના કબ્જે કરી ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

જ્યારે જસદણમાં વડલાવાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ગૌતમ મણીલાલ ચૌધરી તથા વિજય મુળુભાઇ રાવળદેવને રોકડા રૂ. ૧૦૫૭૦ અને ગંજીપત્તા સાથે પો.કો. કમલેશભાઇ મકવાણાએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4:04 pm IST)