Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતર ગ્રુપના ગ્રામ સેવક સંજય ઓળકીયા રૂ.૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ જે યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા રૂપિયા માંગ્યા હતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા:::દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના  પાછતર ગ્રુપના ગ્રામ સેવક સંજય  ઓળકીયા રૂ.૧૦ હજારની લાંચ લેતા એસીબી ટીમે રંગે હાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

      એસીબી ટીમને ફરીયાદી  એક જાગૃત નાગરીકે સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ઉ.વ.૨૭ નોકરી ગ્રામ સેવક, વર્ગ-૩, પાછતર ગ્રુપ તા.ભાણવડ જી.દેવભુમીદ્રારકા સામે  ફરિયાદ કરી હતી

જેથી એસીબી ટીમે  ખેતીવાડી શાખા, જુની તાલુકા પંચાયત કચેરી, ભાણવડ જી.દેવભુમી દ્રારકા ખાતેથી તેમને રૂ.૧૦ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.

        ફરીયાદીએ મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ. બાદ સરકારશ્રી તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા આ કામના આરોપીને સ્થળ વિઝીટ કરવા બોલાવેલ જેથી આરોપીએ ફરીયાદીની સબસીડીની ફાઇલ મંજુર કરાવવા રૂ.૧૦,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન કરતાં આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/-ની માંગણી કરી હતી.

આ કામગીરીમાં ટ્રેપીંગ ઓફીસરએ.ડી.પરમાર, પો.ઇન્સ. ઇન્ચાર્જ દેવભુમી દ્રારકા એ.સી.બી. પો.સ્ટે. તથા દેવભુમી દ્રારકા/જામનગર સ્ટાફ જોડાયો હતો સુપરવિઝન ઓફીસર તરીકે એ..પી. જાડેજા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટ હતા બીપી

     આરોપી નો કોવીડ-19 નો રિપોર્ટ કરાવ્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં તજવીજ કરવામાં આવેલ છે.

(4:40 pm IST)