Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ધોરાજી શહેર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ તુક્કલ તથા ચાઇનીઝ દોરી પકડી પાડતી પોલીસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચનાથી રાજકોટ જિલ્લામાં 14 જાન્યુઆરી ઉત્તરાયણ  નિમિતે શહેરી વિસ્તારોમાં ચાઈનીઝ પ્રતિબંધિત ટુક્કલ તથા ચાઈનીઝ દોરી દ્વારા પતંગો નાઉડે તે બાબતે સમગ્ર જિલ્લામાં આદેશ કરતા ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા પી.એસ.આઇ શૈલેષ વસાવા વિગેરે ધોરાજીમાં પેટ્રોલિંગ દરમિયાન ચાઈનીઝ તુક્કલ અને દોરી સાથે એક આરોપીને ઝડપી લીધો હતો

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સુચનાથી ધોરાજીના પોલીસ ઈન્સપેક્ટર  હુકુમતસિંહ જાડેજા તેમજ પી.એસ.આઇ શૈલેષ વસાવા પોલીસ કોન્સ્ટેબલ બળદેવભાઈ સોલંકી વિગેરે ધોરાજીના જેતપુર રોડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે મયુર બુક સ્ટોર ની દુકાન ખાતેથી પ્રતિબંધિત chinese tukkal તથા ચાઇનીઝ દોરી વેચાણ હેતુ રાખવામાં આવેલ હોય તે બાબતે દુકાનદાર મયુર ભાઈ છગન ભાઈ કોયાણી મેં પૂછપરછ કરતા ચાઈનીઝ તુક્કલ નંગ 19 ચાઈનીઝ દોરી નંગ 11 કુલ રૂપિયા 3130 નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજીના પીએસઆઇ શૈલેષ વસાવા એ તપાસ હાથ ધરી છે

(7:08 pm IST)