Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવનગરમાં કોરોનાએ આજે પણ સદી વટાવી: શહેરમાં 93 અને ગ્રામ્યમાં 15 કેસ :આજે 108 કેસ નોંધાયા

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગરમાં કોરોના એ જેટ ગતિ પકડી છે. અને આજે પણ સદી વટાવી દીધી છે. આજે સોમવારે કોરોનાના 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 93 અને ગ્રામ્યમાં 12 મળી આજે કુલ 108  પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
ભાવનગરમાં કોરોનાએ ગતિ પકડી છે. આજે સોમવારે ભાવનગર શહેરમાં 93 અને ગ્રામ્યમાં 12 કેસ મળી કુલ 108 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 51પુરુષ અને 42 મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે જ્યારે ભાવનગર ગ્રામ્યમાં 3 મહિલાનો અને 12 પુરુષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ભાવનગરમાં કોરોના ના એક્ટિવ દર્દીઓની સંખ્યા 465 થવા પામી છે.
આજે ભાવનગર શહેરમાં 34 દર્દીઓ અને ભાવનગર ગ્રામ્ય માં 2 દર્દીઓ સહિત કુલ 36 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે.

(8:49 pm IST)