Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત કોરોનાના કેસ વધતા ચિંતા

લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝ સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી

રાજકોટ તા. ૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

લોકોએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝ સાથે કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાવાયરસએ અવિરત રીતે કહેર વરસાવી લોકોને ચિંતામાં મૂકી દીધા છે. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કોરોનાના નવા કેસોનું એ.પી. સેન્ટર જાણે દ્વારકા બની રહ્યુ઼ં હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા કેસની વિગતો જોઇએ તો શનિવારે દ્વારકામાં ૧ર તથા રવિવારે ૧૦ મળી બે દિવસમાં કુલ રર કેસ ફકત દ્વારકા તાલુકાના જ નોંધાયા છે. આ ઉપરાંત ખંભાળિયામાં પણ અનુક્રમે એક તથા બે મળી ત્રણ નવા કેસ નોંધાયા છે. આમ, બે દિવસના સમય ગાળામાં સરકારી ચોપડે રપ નવા દર્દીઓ વધ્યા છે. જો કે આ દિવસોમાં ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં એક પણ નવો દર્દી નોંધાયો નથી.

આ વચ્ચે રવિવારે દ્વારકાના પ અને ખંભાળિયાનો એક તથા શનિવારે દ્વારકાનો એક અને ખંભાળિયાના બે મળી બે દિવસમાં કુલ નવ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારી અને બે દિવસ દરમિયાન ખંભાળિયા તાલુકામાં ૬૧૬, કલ્યાણપુર તાલુકામાં ૩૪પ, દ્વારકા તાલુકામાં પ૦૦ અને ભાણવડ તાલુકામાં ૩૭૩ મળી કુલ ૧૮૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ ધોરાજી શહેર અને તાલુકામાં કોરોના આજના કુલ ર૦ કેસ નોંધાયા છે. જયારે ત્રીજી લહેર આવ્યા બાદ સવા મહિનામાં ૧૭૬ કેસો નોંધાયા છે.

કોરોનાની ત્રીજી લહેરમાં કેસ કુદકે ભુસકે વધી રહ્યાં હોવાથી ધોરાજી બ્લોક હેલ્થ વિભાગના ડો. પુનિત વાછાણી અને સ્ટાફ દ્વારા ટેસ્ટીંગની કામગીરી તેજ કરવામાં આવી છે.

ડો. વાછાણીએ જણાવેલ કે રોજના પ૦૦ લોકોને ટેસ્ટીંગ કરવામાં આવે છે. તેમજ ૬ જેટલા ધન્વન્તરી રથ ફેરવવામાં આવી રહ્યાં છે. હજુ ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવશે. આગામી સોમવારથી સંજીવની રથ પણ જોડાશે. કોરોનાથી વધુ લોકો સંક્રમિત ન થાય તે માટે પુરતના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

બીજી તરફ સરકારી હોસ્પિટલનાં અધિક્ષક ડો. જયેશ વેસેલીટીયન એ જણાવ્યું હતું કે ધોરાજી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઓકિસજન બેડ અને ડોકટરોની ટીમ તેમજ પૂરતી દવાઓ સાથે આરોગ્ય વિભાગ સતર્ક છે. હાલ કોરોનાનો કોઇપણ પેશન્ટ હોસ્પિટલમાં એડમીટ નથી.

સરકાર દ્વારા કોરોનાની ત્રીજી લહેરથી લોકોને બચાવવા પુરતા પ્રયત્નો હાથ ધરાયા છે ત્યારે નાગરિકો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે જરૂરી છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગરઃ ભાવનગરમાં કોરોના એ જેટલ ગતિ પકડી છે અને રવિવારે તો સદી વટાવી દીધી છે. રવિવારે કોરોનાના ૧૦૯ પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં ૯૮ અને ગ્રામ્યમાં ૧૧ મળી ૧૦૯ પોઝિટીવ કેસ નોંધાયા છે.

ભાવનગરમાં કોરોનાએ ગતિ પકડી છે. રવિવારે ભાવનગર શહેરમાં ૯૮ અને ગ્રામ્યમાં ૧૧ કેસ મળી કુલ ૧૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં પ૪ પુરૂષ અને ૪૪ મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે ભાવનગર ગ્રામ્યમાં ૪ મહિલાનો અને ૭ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ભાવનગરમાં કોરોનાના એકિટવ દર્દીઓની સંખ્યા વધીને ૩૯૩ ને આંબી ગઇ છે. કોરોનાના કેસો રોજરોજ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીઃ મોરબી જિલ્લામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રવિવારે કોરોનાના નવા ર૯ કેસ નોંધાયા છે. જેમાં મોરબી શહેરમાં ૧૯, ગ્રામ્યમાં ૭, વાંકાનેરમાં, ર હળવદમાં ૧ કેસ નોંધાયા છે. ર૯ કેસમાં ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થીઓ વધુ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. જિલ્લામાં કુલ ર૯ કેસ નોંધાયા છે. જિલ્લાની બે શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા હતા. જેમાં મોરબીની સાર્થક વિદ્યાલયમાં બે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે મોરબીની નિર્મલ સ્કુલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.

કોરોનાની અત્યાર સુધીની વિગતો જોઇએ તો રવિવારે આરોગ્ય વિભાગે ૯૩ર સેમ્પલ લીધા હતા. જેમાં ર૯ પોઝિટિવ આવ્યા છે. સાથે મોરબીમાંથી ૩ લોકો સાજા પણ થગા હતા અને અત્યાર સુધીમાં જિલ્લામાં ૬૭૦ર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી ૬૧૯૩ રિકવર થયા છે. હાલ ૧૬૮ કેસ એકિટવ છે.

(11:39 am IST)