Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે વેપાર ઉદ્યોગ મહામંડળના વેપારીઓની બેઠક બોલાવી

ધોરાજીના તમામ વેપારી એસોસીએશન માસ્ક ફરજિયાત પહેરશે માસ્ક વગર એક પણ વ્યક્તિને વેપાર નહીં કરે તેવી પોલીસ ખાતરી આપી: નવા આવેલા પોલીસ ઇન્સ્પેકટર અનિરુદ્ધસિંહ ગોહિલ કડક હાથે કોરોના મહામારીને ડામવા પગલા ભરશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સિંહ ગોહિલે તાત્કાલિક અસરથી ધોરાજીમાં કોરોના નો વ્યાપ વધતા જેના અનુસંધાને વેપાર ઉદ્યોગ મહામંડળ ના વેપારીઓ ની તાકીદે બેઠક બોલાવી હતી

આ સમયે ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ એ જણાવેલ કે હાલમાં રાજકોટ જીલ્લાની અંદર અને ખાસ કરીને ધોરાજીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડ્યું છે અને એ જાહેરનામાનો ચુસ્તપણે ધોરાજીમાં અમલ કરવા બાબતે ખાસ બેઠક બોલાવવામાં આવી છે
જે અંગે મહત્વના મુદ્દા જણાવેલ કે હાલમાં જિલ્લા કલેકટરએ .જે જાહેરનામુ બહાર પાડયુ છે તેમાં લગ્ન સામાજિક કાર્યોમાં 400 વ્યક્તિને મર્યાદામાં મંજૂરી આપી છે પરંતુ ખુલ્લા ગ્રાઉન્ડ હોય તો અને બંધ જગ્યા હોય તો 50% ટકા ને વ્યવસ્થાના ભાગરૂપે મંજૂરી આપી છે તેમજ લગ્ન બાબતે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની ફરજીયાત રહેશે
તેમજ ટ્રાવેલિંગ ની અંદર 75% બસની અંદર વ્યવસ્થા રહેશે તેમજ અંતિમ ક્રિયા દફનવિધિ માટે મહત્તમ સો વ્યક્તિની મર્યાદા મંજૂરી આપી છે તેમજ સિનેમાઘરોમાં 50% ની વ્યવસ્થા gem સમાવેશ છમતા 50 ટકાની ચાલુ રાખી શકાશે જાહેર સ્થળો બાગ બગીચા વગેરે રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે એમજ ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્સમાં ના કોચિંગ સેન્ટર ટ્યુશન ક્લાસીસ માં ૫૦ ટકાથી ક્ષમતા સુધી વિદ્યાર્થીઓને કાર્યરત અભ્યાસ કરી શકાશે તેમજ શાળા-કોલેજ અને સંસ્થાઓ પ્રવેશ પરીક્ષા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા કોરોના વાયરસનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તેમજ પોર્ટ સ્ટેડિયમ સંકુલ રમત ગમત પ્રેક્ષકો વગર રમી શકાશે પ્રેક્ષકો રાખવાની મનાઈ છે તેમજ જાહેર સ્થળોએ તેમજ ગામમાં સ્થળોએ અને શહેરમાં આવવા જવાના પ્રસંગો એ તમામ લોકોએ માસ્ક પણ ફરજિયાત પહેરવાનો રહેશે ચહેરો ઢાંકી ને જ બહાર જવાનું રહેશે આ બાબત તો જો કોઈ કાયદાનો ભંગ કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સાથે સાથે જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ કરવામાં આવશે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે આ બાબતે વેપારીઓને વિનંતી કરતા પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવેલ કે ધોરાજીના તમામ વેપારી એસોસીએશન આ બાબતે પૂરો સહકાર આપશે અને આવનારા બે દિવસ ની અંદર તમામને સૂચનાઓ આપેલી છે માઈક પણ ફેરવવામાં આવશે અને કોઈપણ જાતની સેહ શરમ વગર કડક હાથે પગલાં લેવામાં આવશે જેથી ધોરાજીની જનતાએ સાવચેત રહીને જ બહાર નીકળવું શક્ય હોય તો સુરક્ષિત સ્થાનો પર રહો તેમજ શહેરમાં 4 થી વધુ લોકો ભેગા ના થાય તે બાબતે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે
તેમજ જે વેપારીઓએ રસી લીધા નથી તેવા તમામ વેપારીઓ જો મને નામ આપશે તો તેમના માટે ખાસ કેમ્પ કરવામાં આવશે અને તાત્કાલિક વ્યવસ્થા કરી આપવામાં આવશે તેમાં પણ તમામ વેપારીઓએ સહકાર આપવા જણાવેલ હતું
આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા કિશોરભાઈ રાઠોડ દિલીપભાઈ હોતવાણી રમેશભાઈ શિરોયા વિગેરે જણાવેલ કે પોલીસને કાયદા બાબત નો પુરો સહકાર આપીશું પરંતુ દુકાનની અંદર બેઠેલા વેપારીઓ  કોઈ ચા પાણી પીતા હોય તો પોલીસ ખોટી રીતે હેરાન ન  કરે તે બાબત એ ખાસ જોવા પણ વિનંતી કરી હતી
અને પોલીસને પૂરતો સહકાર આપવાની ખાત્રી આપી હતી
બેઠકમાં ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના વેપારીઓમાં ચુનીભાઇ સંભવાણી લચ્છુભાઈ સોનેયા પ્રવીણભાઈ બાબરીયા તેમજ સોના ચાંદી વેપારી એસોસીએશન સહિત વિવિધ એસોસિયેશનના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

(8:53 pm IST)