Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બાબરાના જાણીતા કવિ - લેખક કે.ડી. સેદાણીના ભત્રીજા યશ સેદાણીએ CAની ડિગ્રી સૌથી નાની ઉંમરમાં પ્રાપ્ત કરી

રાજકોટ તા. ૧૧ : અહીંના જાણીતા કવિ-લેખક અને ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ કે ડી સેદાણીના ભત્રીજા યસ ભરતભાઈ સેદાણીને અમદાવાદના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાયેલ દીક્ષાંત સમારોહમાં હજારો લોકોની હાજરી વચ્ચે સીએ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતભરના સીએ થયેલા ૫૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓને આ હોલમાં ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં યસ સૌથી નાની ઉંમરનો (૨૧ વર્ષ) વિદ્યાર્થી હતો, અને તેમણે પ્રથમ પ્રયાસે જ જવલંત સફળતા પ્રાપ્ત કરી હતી.

આ સમારોહમાં અમદાવાદ રિદ્ઘિ સિદ્ઘિ ગ્રુપના માલિક ગણપત રાજ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. CA ઇન્સ્ટિટ્યૂટના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA. અનિકેત તલાટી અને CA. જય છાયરાના હસ્તે એનાયત કરવામાં આવેલ.

આમ યશ સેદાણીએ અમદાવાદ અને ગુજરાતમાં બાબરા રઘુવંશી સમાજ અને સેદાણી પરિવારનું ગૌરવ વધાર્યું હતું. (યશ સેદાણી મો.નં ૯૮૯૨૯૦૪૨૭૫)

(10:13 am IST)