Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જામકંડોરણા ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળાની વાર્ષિક સાધારણ સભા મળી

પાંજરાપોળના પ્રમુખ જયેશભાઈ રાદડીયાએ વાર્ષિક આવક જાવકના હિસાબો રજુ કર્યા : રસ્તે રઝળતી નીરાધાર ગાયોને પાંજરાપોળમાં મુકી જવાની રાદડીયાની અપીલ

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૧: ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળાની વાર્ષિક સાધારણ સભા અને આગામી મકરસંકાંતિના દિવસે ગામડે ગામડે ગૌદાન લેવા જવાની વ્યવસ્થા અંગેની મિટીંગ સસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાના અધ્યક્ષસ્થાને ગૌશાળા ખાતે યોજાઈ હતી આ. તકે ગોવિંદભાઈ રાણપરીયા, વિઠલભાઈ બોદર,ચંદુભાઇ ચૌહાણ  સહિતના ટ્રસ્ટીઓ તેમજ ગૌભકતો હાજર રહ્યા હતા. આ. સાધારણ સભામાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાએ વાર્ષિક આવક જાવકના હિસાબ રજુ કર્યા હતા આ આવક ખર્ચના હિસાબને તાલુકાના આગેવાનો અને ગૌભક્તોએ હર્ષભેર વધાવેલ. આ મિટીંગમાં સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડીયાએ જામકડોરણા તાલુકામાં રસ્તે રઝળતી નીરાધાર ગૌમાતાને પાંજરાપોળમાં મુકી જવા અપીલ કરી હતી સાથે સાથે મિટીંગમાં હાજર ગૌભકતોને સતત વધી રહેલા કોરોનાના કેસો સામે સાવચેત રહેવા પણ અપીલ કરી હતી.

 

(10:36 am IST)