Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

બોટાદ કાઠી ક્ષત્રિય સેના દ્વારા તલવાર-સાફાથી સન્માન

બોટાદ,તા.૧૧: રાજકોટ કાઠી દરબાર બોર્ડીંગ (કાઠી ક્ષત્રિય સમાજ વિદ્યાર્થી ભવન)મા કારોબારીની મીટીંગ સાથે બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા કાઠી બોર્ડીંગના પ્રમુખ શ્રીજસદણ દરબાર  સત્યજીત કુમાર ખાચર તથા ગુજરાત કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ ભરતભાઈ ધાધલ પીપળીયા તથા ઉંપપ્રમુખ દેવકુભાઈ વિકમાં રૂપાવટી તથા સેકટરી એમ,ડી,માંજરીયા તથા મંત્રી બાઘુભાઈ વેગડ તથા સંગઠન મંત્રી દીલુભાઈ વાળા ચલાળા તથા બન્ને સંસ્થા સંગઠનોના હોદેદારોને રજવાડી સાફ બાંધી અને શકિત રૂપેણ તલવારો અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્માનિત કરવામાં આવેલ તેવીજ રીતે સામે જસદણ દરબાર શ્રી સત્યજીત કુમાર ખાચર તથા ભરતભાઈ ધાધલ પીપળીયા તથા દેવકુભાઈ વિકમાં રૂપાવટી તથા માંજરીયા તથા બાઘુભાઈ વેગડ તથા દીલુભાઈ વાળા ચલાળા વિગેરે મહાનુભાવો દ્વારા બોટાદ કાઠી ક્ષત્રિય સેના ના પ્રમુખ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ને પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં નાગેશ્રી ગૌતમભાઈ વરૂ તથા રાવતુભાઈ ખાચર તથા ડો,વરૂ સાહેબ તથા માણસીભાઈ વાળા તથા કાર્તિકભાઈ હુદડ સાહેબ તથા રાજુભાઈ ધાધલ તથા કાળુભાઈ બોરીચા અને અન્ય મહાનુભાવો ઉંપસ્થિત રહ્યા હતા.

 

(10:37 am IST)