Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોસીએશન યુનિયનને માન્યતા મળી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૧ : કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોશીએસન દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટરશ્રી બરનવાલને રૂબરૂ મળી સંગઠનના પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરી. કોન્ટ્રાકટર એસોશીએસનને ધી ટેડ યુનિયનએકટ ૧૯૨૬ હેઠળ નોંધણી રજીસ્ટેશન કરી માન્યતા મળતા સમગ્ર કોન્ટ્રાકટર મિત્રોમાં હર્ષની લાગણી વ્યાપેલ હતી. ઘણાં વર્ષની મહેનત પછી આ સંગઠનને કાયદેસરની માન્યતા મુળતા કોન્ટાકટરોને લગતા પ્રશ્નોને વાચા આપવામાં સરળતા રહેશે, અને આ સંસ્થાના તમામ સભ્યોનો હિત જાળવવામાં સફળતા મળશે તેવો આશાવાદ સમગ્ર કોન્ટ્રાકટરો તરફથી વ્યકત કરવામાં આવી રહેલ છે.

કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટ્રાકટર એસોશીએસનના પ્રમુખશ્રી ગોપાલભાઈ કાનજીભાઈ માતા, જયેશભાઈ કોટડિયા, રાજભા પરમાર, સત્યમ માકાણી, કેવલભાઈ કાનાબાર, કનકસિંહ ઝાલા, અતુલભાઈ માવાણી, વિપુલભાઈ સોરઠીયા, ગોપાલ એસ. માતા, વિપુલભાઈ પટેલ અને સહિતના હોદેદારો એ તા. ૦૬.૦૧.૨૨ ના રોજ પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેકટર શ્રી બરનવાલ સાહેબને રાજકોટ કોર્પોરેટ ઓફીસ મધ્યે રૂબરૂ મળી હાયરીંગ ઓફ વ્હીકલમાં ભાવ વધારા બાબતની ઘણી જુની માંગણી સંતોષવા બદલ તેમનો આભાર વ્યકત કરેલ હતો. અને ભવિષ્યમાં પણ આવો જ સાથ સહકાર આપવા તથા કોન્ટાકટરોને લગતા કોઈપણ પરિપત્રો બહાર પડાય તે પહેલા સંસ્થાને વિશ્વાસમાં લેવાય તેવી રજુઆત કરેલ હતી.

હાલમાં જ પીજીવીસીએલ ઘ્વારા કોન્ટ્રાકટરોના ગોડાઉન બાબતે પરિપત્ર બહાર પાડીને જે વિસંગતતા ઉભી કરેલ હતી તે બાબતે રૂબરૂ રજુઆત કરતા મેનેજીંગ ડાયરેકટરશ્રીએ આ પરિપત્રમાં સુધારો કરવાની સહમતી આપેલ હતી. વર્ષ ૅં ૨૦૧૮ માં કોન્ટ્રાકટર એસોશીએસન ધ્વારા મેનેજમેન્ટ સામે કરેલ ભાવ વધારા માટેની હડતાલ વખતે કરેલ ભાવ વધારા પછી આજદીન સુધી લાઈનકામ તથા ફેબ્રીકેશન વર્કમાં ભાવ - વધારો કરેલ નથી, ખરેખર સમાધાન વખતે એવી સહમતિ દર્શાવેલ હતી કે દર વર્ષે ભાવો રીવાઈઝ ક૨વામાં આવશે, પરંતુ ત્યારબાદ ચાર વર્ષ થવા છતાં એક પણ વખત ભાવ વધારો કરવામાં આવેલ ન હોઈ, તાત્કાલિક અસરથી લાઈનકામ અને ફેબ્રીકેશનમાં ભાવ - વધારો કરવા રજુઆત કરેલ હતી. તેમ ગોપાલભાઈ કાનજીભાઈ માતા પ્રમુખ કચ્છ સૌરાષ્ટ્ર પીજીવીસીએલ કોન્ટાકટર એસોશીએસનએ જણાવ્યું છે.

(10:48 am IST)