Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવનગરમાં નોકરીએ જતા જ્યોતિબેન ચૌહાણનું કાર હડફેટે મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૧ : સુભાષનગર વિસ્તારમાં વર્ષા સોસાયટી પ્લોટ નં. ૪૩-બીમાં રહેતા જ્યોતિબેન સવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૫૬) તેનાં ઘરેથી પ્લેઝર પર જવેલર્સના કારખાને નોકરીએ જતા નીકળ્યા હતા ત્યારે મુની ડેરી નજીક પુરપાટ ઝડપે જઇ રહેલા કાર સાથે પ્લેઝર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં જ્યોતિબેનનું ગંભીર ઇજા થવાથી કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

પાણીના ટાંકામાં

પડી જતા મોત

વૈશાલી સિનેમા નજીક પાણીના ટાંકાની પાળ પર બેઠેલા મોહિતભાઇ મણીલાલ પટેલ (ઉ.૫૭) (રહે. કણબીવાડ)નું ગંભીર ઇજા થતાં અત્રેની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(10:48 am IST)