Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જોડિયા પંથકમાં ખેડૂતોએ જીરાના ઉભા પાકમાં નુકસાની જતા ટ્રેક્ટર ફેરવ્યા

જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ વેરી બન્યો : ચોમાસા બાદ શિયાળામાં પણ જામનગર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી : એક તરફ કપાસ અને ચણા માં પણ નુકસાની આવી - તો સૌથી વધુ ભાવ મળતા ખેડૂતોએ વાવેલા જીરા ની હાલત પણ કમોસમી વરસાદે બગાડી નાખી

  જામનગર જિલ્લામાં આવેલા જોડિયા પંથક ના લીંબુડા અને આસપાસના ગામમાં જીરાના પાક પર માવઠાના મારને લઈને ખેડૂતોએ ખેતરમાં જીરાના ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધા છે અને સરકાર પાસે ચોમાસા બાદ જીરાનો પાક નિષ્ફળ જતા આવી પડેલ આફત ને લઈને સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે.તસવીરો: કિંજલ કારસરીયા, જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર:તા.૧૧ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થતાં આ વર્ષે ચોમાસા બાદ શિયાળામાં પણ જામનગર જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. એક તરફ કપાસ અને ચણા માં પણ નુકસાની આવી છે તો સૌથી વધુ ભાવ મળતા ખેડૂતોએ વાવેલા જીરા ની હાલત પણ કમોસમી વરસાદે બગાડી નાખી છે.

જામનગર જિલ્લામાં જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે, લીંબુડા હડીયાણા, વાવડી, બાદનપર કુનન્ડ અને આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાથી શિયાળામાં વાવેલ જીરાનો પાકમા અણજોઇતો ઉતાર આવવાથી ખેડૂતો જીરા નો ઉભો પાક બગડી ગયો છે.જેના કારણે જીરાનો પાક માં ટ્રેક્ટર હાકીને  નાસ કરવા માંડ્યા છે. હાલ ખેડૂત ઉપર જીરા પાક ની નુકશાનીથી ખર્ચમાં ડૂબી ગયા છે. અને બીજા પાક વાવવા માટે રૂપિયા નથી. 

હાલ શિયાળાની સિઝનમાં છેલ્લા બે-ત્રણ વખત કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી છે. ત્યારે જોડિયા પંથકમાં લીંબુડા ગામ માં ખેડૂતોએ એક બે મહિના પહેલા વાવેલા ઉભા જીરાના પાક પર કમોસમી વરસાદને લઈને આવી પડેલી આફતને કારણે જીરાના પાકમાં કંઈ નહી વળત ટ્રેક્ટર ફેરવી દેવા પડ્યા છે.

જામનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન સૌપ્રથમ વરસાદ નહીં હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં હતા અને બાદમાં પડેલી અનાવૃષ્ટિ ને લઈને ખેડૂતોની હાલત કફોડી હતી. તો શિયાળામાં પણ કુદરત રૂઠી ગયો હોય તેમ કમોસમી વરસાદને લઈને માવઠાના માહોલથી શિયાળુ પાકમાં પણ ખાસ્સું નુકસાન થયું છે ત્યારે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 11 હજાર હેકટરમાં વાવેલ જીરાના પાકને પણ માવઠાએ બાળપણ કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેડૂતો પણ આ પરિસ્થિતિમાં સરકાર ટેકો કરે તેવી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યા છે

             

 

(11:25 am IST)