Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ટંકારા પાંજરાપોળ દ્વારા ૧૫૦ વર્ષથી સેવા ૨૫૦થી વધુ અબોલ જીવોનો થતો નિભાવ

ટંકારા,તા.૧૧: પાંજરાપોળ ૧૫૦ વર્ષ જૂની વેપારી મહાજન સંચાલિત સંસ્થા છે. ગાંધી પરિવારના ચોથી પેઢીના વારસદારો હાલમાં અબોલ જીવોની  સેવા  તથા સંચાલન કરે છે. ટંકારા પાંજરાપોળમાં હાલમાં ૨૫૦ જેટલા અબોલ જીવો ગાયો -ગૌવંશ ઘેટાં બકરા વગેરેનો નિભાવ થાય છે. સંચાલન પંદર યુવાનોની સેવાભાવી  ટીમ દ્વારા કરાય છે. સફઇ, ચારો ઉંતારવો, ચારો આપવો, ગોબરને ટ્રેક્ટરમાં ભરી દૂર કરવું વિગેરે કાર્યો યુવાનો જાત મહેનતથી કરે છે. બીમાર તથા  ઘાયલ  જીવોની સેવા સારવાર કરવામાં આવે છે. અબોલ જીવોને  સારવાર, સામાન્ય પાટા પીંડી જેવાં ઓપરેશન જાત મહેનતે કરાય છે. ડોક્ટરો દ્વારા મદદ તથા માર્ગદર્શન મળે છે. કોઈ જમીન, વાડી નથી. કાયમી આવક નથી. ફ્ક્ત દાતાઓના  સહાયથી આ સંસ્થા નભે છે અબોલ જીવોને લીલો, સુકો,  દ્યાસચારો કડબ, જુવાર મકાઈ વિગેરે ખવડાવવામાં આવે છે .
પાંજરાપોળ માં  દૂધ આપતી ગાયો નથી દૂધના વેચાણ ની કોઈ આવક નથી સંચાલક રમેશભાઇ ગાંધીએ સરકાર દ્વારા અપાતી સહાય માટે આભાર માનેલ છે તેમણે જણાવ્યું છેે કેગુજરાત સરકાર દ્વારા કુદરતના કપરા સમયે પાંજરાપોળ તથા ગૌશાળા અને આર્થિક સહાય કરાય છે તે સરાહનીય છે પરંતુ અબોલ જીવો ના ગાયોના નિભાવ માટે કાયમી સહાય આપવામાં આવે તો આશીર્વાદરૂપ બનશે અને  સેંકડો અબોલ જીવોને બચાવી શકાશે રમેશભાઈ ગાંધી પાંજરાપોળ ની મુલાકાત લઈ સંસ્થાની કામગીરી નીહાળવા અપીલ કરેલ છે. છેલ્લા ત્રણ વરસથી સંસ્થા આર્થિક સંક્રમણ અનુભવે છે. દાનની આવક માં ધટાડો થયેલ છે. મકર સંક્રાંતિ ના પાવન પર્વે, ઉંદ્યોગપતિઓ પોલિપેક જીનર્સ, ખેડૂતો  વેપારીઓ નોકરિયાતો તથા નાનામાં નાના માણસો , જીવ દયા પ્રેમીઓ ને અબોલ જીવોના નિભાવ માટે પોતાનો આર્થિક સહયોગ આપે તે માટે અપીલ કરેલ છે .સહાય ની રકમ ચેક ડ્રાફૂટ તથા ઓનલાઇન બેંક ખાતામાં આપી શકાશે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૮૭૯૫ ૮૭૫૭૮ ઉંપર સંપર્ક કરવા જણાવેલ છે.

 

(11:37 am IST)