Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબીના ગાળા રોડનો તૂટી ગયેલ પુલ તાકીદે રીપેર કરવા કોંગ્રેસની રજૂઆત

કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ તાકીદે પુલ રીપેર કરવા અધિકારીઓને રજૂઆત કરી

 મોરબી તાલુકાના ગાળા ગામને જોડતો મુખ્ય પુલ તૂટી ગયો હોવા છતાં તંત્ર દ્વારા રીપેર ન કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનોએ રૂબરૂ સ્થળ મુલાકાત લઈ તાકીદે પુલ રીપેર કરવા અધિકારીઓને રજૂઆત કરી હતી.
છેલ્લા લાંબા સમયથી મોરબીના ગાળા ગામના પુલ તૂટી ગયો હોય ગ્રામજનોને ફરીફરીને જવું પડે છે. આ પુલનું કામ મંજુર થયું હોવા છતાં પુલનું કામ શરૂ ન કરાતા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કેડી પડસુંબિયા, રબારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી તથા વિનુભાઈ ભરવાડ વગેરેએ સ્થળ પર જઇ જે-તે અધિકારી સાથે ચર્ચા કરી સત્વરે પુલનું કામ કરવા રજૂઆત કરી હતી.

(11:45 am IST)