Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

માળિયાના વેજલપર ગામના તળાવમાં કાચબાના શંકાસ્પદ મોત થતા ફોરેસ્ટ વિભાગ ટીમ દોડી ગઈ.

કાચબાના મૃતદેહ વન વિભાગ ટીમને સોપવામાં આવ્યા.

મોરબી : માળિયા તાલુકાના વેજલપર ગામના તળાવમાં કાચબાના શંકાસ્પદ મોત થયા હોય જે બનાવ મામલે ગામના સરપંચે વનવિભાગ ટીમને જાણ કરતા મૃતદેહનો કબજો મેળવીને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયા છે
જે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વેજલપર ગામના તળાવમાં કાચબાની સારી એવી સંખ્યા હોય દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસથી કાચબાના શંકાસ્પદ મોત થઇ રહ્યા છે કાચબાના મૃતદેહ તળાવ કાંઠે જોવા મળતા સરપંચ હરેશભાઈ કૈલાએ બનાવ અંગે ફોરેસ્ટ વિભાગ ટીમને જાણ કરી હતી જેથી વન રક્ષક નીતિન ચૌહાણની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી જે બનાવને પગલે ગામના વોર્ડ ૮ ના સભ્ય કૌશિક કૈલા, અનિલ કૈલા, લલીતભાઈ ચાડમીયા, દિગ્વિજયસિંહ રાઠોડ, ગીરીરાજસિંહ રાઠોડ સહીતના ગ્રામજનો સાથે વનરક્ષકે ઘટનાસ્થળે બારીકાઈથી નિરક્ષણ કર્યુ હતુ
જોકે કાચબાઓના મોત કોઈ ઝેરી દવાની અસરથી નહી પરંતુ અન્ય કોઈ કારણોસરથી થયા હોય તેવુ પ્રાથમીક તારણ કાઢ્યું હતું તો તળાવમાં રહેલ માછલી સહીત અન્ય જીવોને કોઈ અસર જોવા મળી નથી આરએફઓ એન.પી.રોજાસરાની સુચના અને માર્ગદર્શન હેઠળ વનરક્ષક નિતિન ચૌહાણે તમામ કાચબાઓના મૃતદેહને બહાર કઢાવી પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તો પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે જોકે કાચબાઓના મોતના મુદે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

(11:47 am IST)