Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબીના નીચી માંડલ નજીક કારખાનામાં ભાગ મામલે સગાઓ બાખડ્યા, છુટા હાથની મારામારી.

ભાગ લેવા બાબતે બોલાચાલી બાદ મારામારી થતા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી.

મોરબીના નીચી માંડલ નજીક આવેલ સિરામિક ફેકટરીમાં ભાગ બાબતે બોલાચાલી થતા કાકા-કાકીએ દીકરી અને વેવાણને માર માર્યો હોય તેવી ફરિયાદ નોંધાવી છે તો સામાપક્ષે કાકીએ પણ દીકરી અને વેવાણ દ્વારા માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા સાધનાબેન ગીરીશભાઈ લીખીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૮ માં તેના પતિ અને કાકાના દીકરા નવદીપભાઈએ નીચી માંડલ ગામની સીમમાં લેવીન્ઝા સિરામિક નામનું વોલ ટાઈલ્સ કારખાનું શરુ કર્યું હોય જેમાં ફરિયાદીના પતિને ભાગીદારીમાંથી છુટા થવા બાબતે અવારનવાર બોલાચાલી થઇ હતી દરમિયાન પતિ ગીરીશભાઈના કહેવાથી ફરિયાદી સાધનાબેન કારખાનામાંથી ભાગ લેવા માટે સાસુ મુક્તાબેન અને દીકરા આનંદ સાથે લેવીન્ઝા સિરામિક ગયા હોય ત્યારે ભાગ બાબતે વાતચીત કરતા કાકા-કાકી હંસાબેન કાંતિલાલ જેઠલોજા અને કાંતિલાલ જેઠલોજા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને આ વખતે તમે બચી ગયા હવે મોકો મળ્યે જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી
તો સામાપક્ષે હંસાબેન કાન્તિલાલ જેઠલોજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે દીકરા નવદીપ અને કુટુંબી જમાઈ ગીરીશભાઈ બંને ભાગીદારીમાં લેવીન્ઝા સિરામિક વોલ ટાઈલ્સ કારખાનું શરુ કર્યું હોય જેમાં ભાગીદારી બાબતની માથાકૂટમાં દીકરા નવદીપનો ફોન આવ્યો હતો કે સાધનાબેન, તેના સાસુ મુક્તાબેન અને ભાણેજ આનંદ આવ્યા હોવાથી કારખાને આવો જેથી તેઓ કારખાને જતા સાધનાબેન ગીરીશભાઈ લીખીયા અને મુક્તાબેન દેવશીભાઈ લીખીયા રહે બંને મોરબી વાળાએ ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી  મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:51 am IST)