Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મોરબીના પાનેલી ગામમાં દર માસે છ મણની સુખડી બનાવી પશુઓની જઠરાગ્ની ઠારવાનો સેવાયજ્ઞ.

ગામના આગેવાનો કરી રહ્યા છે અવિરત અબોલ જીવોની સેવા.

મોરબી : આજના હળાહળ કલયુગના સમયમાં પણ માનવતા મહેકાવતા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે વિવિધ સેવાભાવી લોકો અલગ અલગ રીતે સેવા કરતા હોય છે જેમાં પાનેલી ગામમાં ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો દર માસ છ મણની સુખડી બનાવી અબોલ જીવોને ખવડાવી રહ્યા છે

મોરબીના પાનેલી ગામમાં અબોલ જીવોની સેવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે ચુવાળીયા ઠાકોર સમાજના આગેવાનો મયુર બાબરિયા, અનીલ અત્રેશા, ધરમશીભાઈ ટીડાણી, પરષોતમ મજેઠીયા, રામબેન ચંદ્રસાનિયા, દક્ષાબેન બાબરિયા, સવિતાબેન દેત્રોજા, બબીબેન જંજવાડિયા, લીલાબેન ટીડાણી અને જયંતીભાઈ અત્રેશા સહિતના સેવાભાવીઓ દર મહીને ૬ મણની સુખડી બનાવે છે અને ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં કુતરા અને અન્ય પશુઓને ખવડાવી જઠરાગ્ની ઠારવાનો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

(11:59 am IST)