Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

પોરબંદરમાં નર્સિંગ વિદ્યાર્થીનીઓને કોરોના વોરિયર્સ તરીકે કરેલા કામ માટે ૪ માસનું મહેનતાણુ ચુકવાતુ નથી

પોરબંદર, તા. ૧૧ :  નસિંર્ગ કોલેજની વિદ્યાર્થીનીઓએ કોરોના વોરયર્સ તરીકે ૪ મહિના સુધી કરેલ કામગીરીનું મહેનતાણુ નહીં ચુકવાયાની રજુઆત નર્સિગ કોલેજની વિદ્યાર્થીનીઓ અને એન.એસ.યુ.આઇ. આગેવાનો-કાર્યકરો દ્વારા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ ડી.ડી.ઓને રજુઆત કરી હતી. રજુઆત બાદ ઇન્ચાર્જ ડી.ડી.ઓ.એ. મહેનતાણાના ડેટા આવી જતા તુરત નર્સિગ વિદ્યાર્થીનીઓને મહેનતાણુ ચુકવવી અપાશે તેવું આશ્વાસન આપ્યું હતું. નર્સિગ વિદ્યાર્થીનીઓએ આ પ્રશ્ને પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઇ. ટીમને સાથે રાખી જિલ્લા પંચાયત કચેરીમાં રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ સી.ડી.એમ.ઓ. જાણે તેમની પાસે કોઇ આવ્યું જ ના હોય તેમ નજર અંદાજ કરીને ઓફિસમાં ચાલ્યા ગયા. વિદ્યાર્થીની બહેની રજુઆત સાંભળવા તૈયાર નહોતા, ત્યારે સાથે રાખી તેમની ઓફિસ સામે રામધૂન બોલાવી હતી. સુત્રોચ્ચાર કર્યા હતા.

જે પણ વિધાર્થીની બહેનો-ભાઇઓને ૪૫ દિવસ વેકિસનેશનમા કામ કર્યું છે જેટલા પણ દિવસ તેમનું મહેતાણુ તેમને મળવું જ જોઇએ તે માંગ એન.એસ.યુ.આઇ. દ્વારા ઇન્ચાર્જ ડીડીઓ સાહેબ સમક્ષ કરી હતી જેમના જવાબમાં કહ્યું હતું કે બહેનો અત્યાર સુધી જેટલા પણ દિવસ જે પણ વિસ્તાર એરિયામા કામ કર્યું છે તેમની માહિતી તેમને ડેટા સહિત આપવામા આવે તે સરકાર સુધી આ રજૂઆત પહોંચાડી છે કે આ નસિંગની વિધાર્થીની બહેનો-ભાઇએ જે પણ કામ વેકિસનેશનમા કર્યું છે તે દિવસનુ તેમને મળવાપાત્ર વેતન નક્કી કરી તેમને આપવામા આવે.. આ વાતને બધાએ માની કહ્યું હતું. તમામ એન.એસ.યુ.આઇ.ને સોંપવામા આવશે દિવસ ૧૨ આ બાબતે ફરી એન.એસ.યુ.આઇ. વિદ્યાર્થીઓનેે રાખી ડીડીઓને  પાસે આવશે જે બાબત માન્ય ગણી હતી જો આ બાબતે કોઇ નિર્ણય નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવા ચીમકી અપાઇ છે.   જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખ કિશન રાઠોડ, તીર્થરાજ બાપોદરા,જયદિપ સોલંકી,રોહીત સિસોદિયા,રાજ ઓડેદરા,ચિરાગ ચાંચિયા,દિક્ષિત પરમાર,ઉદય ગોહેલ,જય ઓડેદરા,દિવ્યેશ સોલંકી,યશ ઓઝા સહિત ર્નસિંગ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થી ભાઇઓ રજુઆતમાં જોડાયા હતા.

(12:37 pm IST)