Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જુનાગઢ, ફલીપકાર્ટ તથા ઇ-કાર્ટના હબ સેન્ટરના ડીલેવરી બોયઝ દ્વારા ૩૭ મોબાઇલ ફોનની ચોરી કરેલાના ૪ ડીલેવરી બોયઝને પકડી લેવાયા

જુનાગઢ તા. ૧૧ :.. ગઇ તા. ૩૦-૧૦-ર૧ ના મોતીબાગ ગેઇટ નં. ર ની સામે આવેલ સેવન સીઝ નામના કોમ્પ્લેક્ષમાં ફલીપકાર્ટ તથા ઇ કાર્ટના હબ સેન્ટર ખાતે બનેલ છે. ફરીયાદી દ્વારા ઉપરોકત હબ સેન્ટરમાં કામ કરતા અલગ-અલગ ૪પ ડીલેવરી બોયનાઓ પૈકી કોઇપણ ડીલેવરી બોયે ચોરી-છૂપીથી અલગ-અલગ ગ્રાહકોના અલગ-અલગ મોબાઇલ ફોન નંગ-૩૭ કિ. રૂ. ૪,૭૯,ર૩૦ ની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ. જે સબંધે જુનાગઢ સી ડીવીઝન પો. સ્ટે. ગુ. ર. નં. ૧૧ર૦૩૦૦૪રર૦૦૦૯-ર૦રર ઇ. પી. કો. કલમ ૩૮૧ મુજબનો ગુન્હો રજી. થયેલ.

ઉપરોકત બનાવ બાબતે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા જિલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના ઇચા. પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા, એ. ડી. વાળા તથા પો. સ્ટાફ જુનાગઢ જિલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા અને બનેલ બનાવના આરોપીઓને પકડવા સતત પ્રયત્નશીલ હોય. તેમજ ઉપરોકત સી. ડીવીઝન પો. સ્ટે. દાખલ થયેલ ગુન્હાના સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સતત પ્રયત્ન ચાલુ હતાં.

દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો. ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા તથા પો. કો. સાહીલ સમા, જયદિપ કનેરીયા, ભરત સોલંકી નાઓને ટેકનીકલ સેલના માધ્યમથી હકિકત મળેલ કે, આ ગુનાને અંજામ આપવામાં (૧) રાજ અશોકભાઇ પ્રજાપતિ રહે. મધુરમ (ર) ભાર્ગવ જાદવ આહીર રહે. ખુંભડી (૩) ઇબ્રાહીમ લાખા ગામેતી રહે. ટીંબાવાડી (૪) કીશો વાણવી રહે. જુનાગઢ વાળાઓ કે જે અગાઉ ઉપરોકત કંપનીના હબ સેન્ટર ખાતે ડીલેવરી બોય તરીકે તથા ગોડાઉનમાં કામ કરતા હતા તેઓ સંડોવાયેલ છે. તેવી હકિકત મળતા આ કામે ખાનગી બાતમીદારો મારફતે ઉપરોકત ઇસમોની તપાસ કરતા જે ચારેય ઇસમો જુનાગઢ સીટીમાંથી મળી આવતા તેઓની પુછપરછ માટે અત્રે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ અને આ કામે ઉપરોકત ચારેય ઇસમોની ગુન્હાના કામે પ્રાથમિક પુછપરછ કરતા ગલ્લા - તલ્લા કરતા હોય. જેથી આ કામે તેઓની યુકિત - પ્રયુતિકથી પુછપરછ કરતા ઉપરોકત ચારેય ઇસમો ભાંગી પડેલ અને આ ગુન્હો કરેલ હોવાની હકિકત જણાવેલ.

આરોપીઓ અનુ. નં. ૧, ર, તથા ૪ નાઓ ઇ-કાર્ટ કંપનીના ગોડાઉનમાં ડીલેવરી બોય તરીકે કામ કરતા હતા અને અનુ. નં. ૩ નો ગોડાઉનમાં શોટીંગનું કામ કરતો હતો ત્યારે કંપનીમાં કોઇ સીકયુરીટીના માણસો કે ચેક કરવાવાળા માણસો ન હોય જેથી નજર ચુકવી અનુ. નં. (૧) નાએ કુલ મોબાઇલ નંગ-૮, અનુ નં. (ર) નાએ મોબાઇલ નંગ-૩, તથા અનુ. નં. (૩) નાએ મો. ફોન નં. ૧ તથા અનુ. નં. (૪) નાએ મોબાઇલ ફોન-ર ની ચોરી કરેલ હોવાનું જણાવેલ. તેમજ અનુ નં. ૧ નાએ જે મોબાઇલ ફોનની ચોરી કરેલ છે તે એમ. જી. રોડ ઉપર આવેલ શીવમ નામની દુકાને અક્ષયભાઇને વેચેલા હોવાનું જણાવે છે તેમજ અનુ. નં. (ર) નાએ જે મોબાઇલ ફોન ચોરી કરેલ છે તે પૈકી તેણે મે મોબાઇલ ફોન એમ. જી. રોડ ઉપર આવેલ વીવો સ્ટોર વાળા કમલેશભાઇને તથા એક મોબાઇલ એમ. જી. રોડ ઉપર આવેલ હેની મો. ફોન વાળાને ત્યાં વેચેલ છે તથા અનુ. નં. (૩) એ ચોરી કરેલ મો. તેની પાસે જ હોવાનું જણાવેલ અને અનુ. નં. (૪) નાએ બે મો. ની ચોરી કરેલ.

ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ. એચ. આર. ભાટી તથા પો. સ. ઇ. ડી. જી. બડવા તથા પો. સ. ઇ. એ. ડી. વાળા તથા પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, જયદિપભાઇ કનેરીયા તથા પો. કોન્સ. સાહિલ સમા, ભરતભાઇ સોલંકી, દેવશીભાઇ નંદાણીયા વિગેરે પો. સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:38 pm IST)