Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

માણાવદરમાં તબેલામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલ ૯ર સાથે બે આરોપી ઝડપાયા

જુનાગઢ, તા., ૧૧: રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટીની સુચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય. પો.કોન્સ. ડાયાભાઇ કરમટા, ભરતભાઇ સોનારા, કરશનભાઇ કરમટાને હકીકત મળેલ કે માણાવદર તાબેના રઘુવીરપરા વિસ્તારમાં રહેતા કિશન ભાયા ઓડેદરાએ તેના મકાન નજીક આવેલ વનરાજ કાળાભાઇ ઓડેદરાના ઢોરના તબેલામાં વિદેશી દારૂનો જથ્થો અને હાલ બન્ને જણા આ વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે. તેવી હકીકત આધારે રેઇડ કરતા તપાસ કરતા ત્રણ થેલાઓ તથા એક સુટકેશ પડેલ હોય. જેમાં જોતા બોટલ નંગ-૯૨ કિ. રૂ. ૩૬,૮૦૦ નો મળી આવતા તપાસ અર્થે કબ્જે કરી તેમજ બન્ને ઇસમોને હસ્તગત કરી માણાવદર પો.સ્ટે. પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, કરશનભાઇ કરમટા તથા ડ્રા. પો.કોન્સ. મુકેશભાઇ કોડીયાતર વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(12:39 pm IST)