Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જૂનાગઢમાં માહી ડેરીના દૂધના મેટાડોરમાં હેરફેર કરતા સવા લાખનો દારૂ ઝડપાયો

  જૂનાગઢ,તા.૧૧ : ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાના પીઆઇ એન.આઈ.રાઠોડ, પીએસઆઇ આર.એચ.બાંટવા તથા સ્ટાફના હે.કો. પરેશભાઈ, વિપુલભાઈ, વનરાજસિંહ, રઘુભાઈ, મુકેશભાઈ, ભુપતભાઇ, સહિતની ટીમને બાતમી મળેલ કે, માહી દુધના મેટાડોરમાં વિદેશી દારૂ આવનાર છે અને ઝાંઝરડા ચોકડી ખાતેથી પસાર થનાર છે, જે મળેલ બાતમી આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ઝાંઝરડા ચોકડી ખાતે વહેલી સવારે વોચ ગોઠવતા  સહિતના સ્ટાફ મારફતે  આરોપી (૧) શિવાંગ રાજુભાઇ મહેતા જાતે બ્રાહ્મણ (ઉવ. ૨૭) રહે. રાધે એપાર્ટમેન્ટ, સુદામા પાર્ક, મધુરમ, જૂનાગઢને રાઉન્ડ અપ કરી, ટાટા ૪૦૭ મેટાડોર નંબર GJ-32T-9972 માંથી જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૭૬ બોટલ નંગ ૩૩૧૨ કિંમત રૂ. ૧૩, ૨૪,૮૦૦/-, ટાટા ૪૦૭ મેટાડોર, મોબાઈલ ફોન નંગ ૦૧ મળી કુલ રૂ. ૧૮,૩૪,૮૦૦/નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો. આ રેઇડ દરમિયાન કમલેશ ખાંભલા જાતે રબારી રહે. ગિરનાર દરવાજા, જૂનાગઢ નાસી ગયેલ હતો. પકડાયેલ અને નાસી જનાર બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ  જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. વિપુલભાઈ મંગેશભાઈ રાઠોડ એ સરકાર તરફે ફરિયાદી બની,  પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધાવેલ, જેની તપાસ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના  પી.એસ.આઈ. આર.એચ.બાંટવા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે...

 આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ દ્વારા માહી ડેરીની ટાટા ૪૦૭ મેટાડોરમાં પોલીસને શંકા ના જાય એ માટે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર કરવાની મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યાનું પ્રાથમિક પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે..જે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

  પકડાયેલ આરોપીની પૂછપરછ કરી, પકડાયેલ માતબર રકમનો ભારતીય બનાવટની વિદેશી દારૂ કયાંથી લાવેલ અને ક્યાં પહોંચાડવાનો હતો, ભૂતકાળમાં કેટલીવાર આ રીતે મુદામાલ લાવવામાં આવેલ હતો. વિગેરે બાબતે પૂછપરછ હાથ ધરી, બી ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(12:39 pm IST)