Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જૂનાગઢ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ : તંત્ર દ્વારા લક્ષ્યાંક પૂર્ણતાના આરે : ઉપાધ્યાય

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૧ : શહેર અને જીલ્લાભરમાં તા. ૩ જાન્યુઆરથી ધો. ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓને વેકસીન આપવાની કામગીરી શરૂ કરાય છે.

 આ અંગે શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિતરાજ અને ડીડી.ઓશ્રી મિરાંત પરીખના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા વેકસીનેશનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં ડો.રવિ ડેડાણીયા તેમજ જીલ્લામાં આરોગ્ય અધિકારી અને તેની ટીમ દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓનું વેકસીનેશન કરવામાં આવી રહ્યુ છે.

જેમાં જીલ્લાભરના ૭૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને કોરોના વેકસીનનું સુરક્ષા કવચ પાડવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

શ્રી રમેશ ઉપાધ્યાયએ વધુમાં જણાવેલ કે, જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૫૫૩૬ ભેસાણ ૨૬૫૬ કેશોદ ૯૦૨૦ માળીયાહાટીના ૮૨૬૫ માણાવદર ૪૫૬૯ માંગરોળ ૧૦,૧૪૨ મેંદરડા ૨૭૫૧, વંથલી ૩૫૪૮, વિસાવદર ૩૬૭૭ મળી કુલ જિલ્લાભરમાં ૫૦,૧૬૪ વિદ્યાર્થીઓનું રસીકરણ કરાયુ છે. અને ૯૬.૬૭ ટકા લોકોને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવ્યા છે.

(12:40 pm IST)