Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વેરાવળમાં અમારા પ્રધાનમંત્રી અમારૂ ગૌરવના કાર્યક્રમમાં સ્કુલના બાળકોને લવાતા ભારે રોષ

વેરાવળ, તા.૧૧: શહેરમાં ભાજપ દ્રારા અમારા પ્રધાનમંત્રી અમારૂ ગૌરવનો કાર્યકમ ટાવર ચોકમાં યોજાયેલ હતો તેમાં સ્કુલનો વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં લવાતા ભારે રોષ જોવા મળેલ છે. જીલ્લા ભાજપ દ્રારા કોરોના કપરાકાળમાં કોઈને કોઈ કાર્યક્રમ થતા રહે છે ટાવર ચોકમાં અમારા પ્રધાનમંત્રી અમારૂ ગૌરવનો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શન સ્કુલના વિદ્યાર્થીઓને લાવેલ હતા અને માનવ સંાકળ રચેલ હતી કોરોના કપરાકાળમાં બાળકોની કોઈ સલામતીને બદલે ભાજપના કાર્યક્રમમાં લવાતા રોષ વ્યાપેલ છે ખુદ સંચાલક મોટી સંખ્યામાં બાળકોને લાવેલ હતા તેની પણ ટીકા થઈ રહેલ છે વાલીઓમાં રોષ વ્યાપેલ છે ભાજપ દ્રારા આખા જીલ્લામાં કયાંક ને કયાંક સરકારના નિયમોના ઉલાળીયા કરાઈ છે જેના લીધે કોરોના ઝડપભેર ફેલાતો જાય છે. વેરાવળ ટાવર ચોકમાં વિદ્યાર્થીઓને સાથે રાખી અમારા પ્રધાનમંત્રી અમારૂ ગૌરવનો કાર્યક્રમ યોજાયેલ તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ભેગા કરેલ હતા તેમાં અનેક માસ્ક વગર ન હતા તેની તસ્વીરઃ(દીપક કક્કડ : વેરાવળ)

(12:41 pm IST)