Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરીનું સાવરકુંડલા સુન્ની મુસ્લીમ જમાત દ્વારા સન્માન

સાવરકુંડલાઃ સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી ઈકબાલ ગોરી નું સન્માન કરી મ્હો મોઠું કરાવી રાજકીય ક્ષેત્રે આગળ વધો અને સિપાહી સમાજનું ગૌરવ વધારો તેવી શુભેચ્છા ઓ પાઠવી હતી. આ સન્માનના કાર્યક્રમ માં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જાહિદભાઈ જાદવ સુન્ની મુસ્લિમ જમાતના ઉપપ્રમુખ અને નગર પાલિકાના કાઉન્સિલર નસીરભાઈ ચૌહાણ, સિપાહી જમાતના પ્રમુખ હાજી દિલવારભાઈ ભટ્ટી, સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી, સંધી જમાત ના પ્રમુખ અલીભાઈ જાખરા, નાગરિક બેંકના પૂર્વ ડિરેકટર ઉસમાનભાઈ પઠાણ, (ઑસો)  નગર પાલિકા ના કાઉન્સિલર રાજેભાઈ, સિપાહી સમાજના પૂર્વ સેક્રેટરી ઉસમાનભાઈ પરમાર, યુસુફભાઈ કુરેશી, યુસુફભાઈ ચૌહાણ, રફીકભાઈ મોમીન, રફીકભાઈ કુરેશી, ઈકબાલ ભાઈ મીર, યુનુસભાઈ ચૌહાણ (ડેરી)  વિગેરે અગ્રણીઓએ સન્માન કરેલ હતું.

(12:44 pm IST)