Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

લાઠીના નાના રાજકોટમાં બાઇક વિજ પોલ સાથે અથડાતા યુવકનું મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ :  લાઠી તાલુકાના નાના રાજકોટ રેલ્વે ફાટક પાસે રાભડાગામના હાલ બાબરા રહેતા રજનીભાઇ ધનજીભાઇ પંચાસરા (ઉ.વ.ર૧) પોતાનું બાઇક જી.જે. ૦૬ એસ.એસ. ૭ર૪૧ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી કાબુ ગુમાવી વિજપોલ સાથે અથડાવતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજયાનું કિશોરભાઇ ધનજીભાઇ પંચાસરાએ લાઠી પોલીસમાં જાહેર કરેલ છે.

બાઇકની ચોરી

રાજુલા સરકારી દવાખાના પાસેથી હોન્ડા સ્પેલેન્ડર જી.જે. ૧૪ એન ૬૬૯પ રૂ. ર૦ હજારની કિંમતનું કોઇ ચોરી ગયાની મુરાદભાઇ પંજવાણીએ રાજુલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મારમાર્યો

ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાં ઉકાભાઇ વાલાભાઇ ડાબસરા (ઉ.વ.પ૦) ની દિકરીને જમાઇ અવારનવાર મારફૂટ કરતા પીયર રીસામણેસ આવેલ હોય, જયાં જમાઇ તેડવા આવતા દિકરીઓ તેમની સાથે જવાની ના પાડતા કિશન હરીભાઇ માલણીયા રહે. દલખાણીયા અને અજાણ્યા બે શખ્સોએ ઉકાભાઇ તેમજ મનુભાઇને પાઇપ વડે માર મારીને અજાણ્યા શખ્સોએ દિકરા સુરેશને ઝાપટો મારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

(1:19 pm IST)