Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજુલામાંથી ચોરાઉ ર બાઇક સાથે ર શખ્સો ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૧ :.. અમરેલી જિલ્લાથી રાજૂલામાં ચોરાઉ ર બાઇક સાથે પોલીસે મનસુખભાઇ જીવાભાઇ બારૈયા ઉ.ર૯ ધંધો, મજૂરી રહે. રાજૂલા મફતપરા નવા રેલ્વે સ્ટેશન સામે બટુકભાઇ વશરામભાઇ શિયાળ ઉ.૩પ ધંધો મજૂરી રહે. રાજૂલા સલાટવાડા કુંભનાથ રોડની ધરપકડ કરી છે.

પોલીસે ર મોટર સાયકલ સહિત રૂ. ૩પ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિયત રાય, નાયબ પોલીસ અધિક્ષક કે. જે. ચૌધરીની સુચનાથી રાજૂલા પો. સ્ટે. ના પો. ઇન્સ. ડી. વી. પ્રસાદ, હિંમતભાઇ લખમણભાઇ રાઠોડ, ભરતભાઇ મુહાભાઇ વાળા, પરેશભાઇ મનુભાઇ તથા વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા નીતિનભાઇ નાગજીભાઇ તથા ઇકબાલભાઇ કાદરભાઇ મહીડાનાઓએ કરેલ છે.

(12:45 pm IST)