Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમરેલીમાં દારૂ-બિયરના રૂ. ૨.૨૭ લાખના જથ્થા સાથે બુટલેગરો સામે કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૧ :. ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ અને અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી અન્વયે અમરેલી શહેરમાં લક્કી ટ્રાવેલ્સવાળા ખાંચામાં રહેતા લીસ્ટેડ પ્રોહીબુટલેગર્સ સુનિલ ઉર્ફે ભુરો બાબુભાઈ અમરેલીયા, ભરત કાંતિલાલ અમરેલી તથા વિજય કાંતિલાલ અમરેલીયા પોતાના કબ્જામાં વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી આધારે ગઈકાલ તા. ૯-૧-૨૦૨૨ના રોજ અમરેલી એલસીબી ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. આર.કે. કરમટા, પો.સ.ઈ. શ્રી પી.એન. મોરી તથા એલસીબી ટીમ સાથે બાતમીવાળી જગ્યાએ અલગ અલગ ટીમો બનાવી રેઈડ કરતા ભારતીય બનાવટની બોટલો તથા બિયર તથા એકટીવા મોટર સાયકલો સાથે પ્રોહી બુટલેગરને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

ભરત કાંતિલાલ અમરેલીયા તથા વિજય કાંતિલાલ અમરેલીયાના રહેણાંક મકાનેથી રેઈડ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ (૧૧૧૧) ઓલ સીજન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી બોટલ નંગ ૪ કિં. રૂ. ૧૨૦૦ તથા એકટીવા મોટર સાયકલ નંગ ૨ કિં. રૂ. ૫૦,૦૦૦ એમ બન્ને રેઈડ દરમ્યાન કુલ કિં. રૂ. ૨,૨૭,૨૧૦નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે. પ્રોહી બુટલેગર સુનીલ ઉર્ફે ભુરો બાબુભાઈ અમરેલીયા વિરૂદ્ધમાં ગુજરાત પ્રોહીબીશન અધિનિયમના ભંગના ગુન્હાઓ રજી. થયેલ છે. જ્યારે બુટલેગર ભરત કાંતિલાલ અમરેલીયા વિરૂદ્ધમાં ગુજરાત પ્રોહીબીશન અધિનિયમના ભંગનો ગુનો રજી. થયેલ છે.

(1:04 pm IST)