Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

જાફરાબાદ તાલુકા કોંગ્રેસ અનુ.જાતિના ચેરમેન તરીકે નિમણુંક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૧: જાફરાબાદ તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન તરીકે  કાનાભાઈ વાધાભાઈ જોગદીયા મોટા માણસા વાળા ની નિમણૂંક શ્રી હસુભાઈ બગડા અમરેલી જિલ્લાના ચેરમેન દ્વારા કરવામાં આવી છે.

આ તકે કોંગ્રેસ આગેવાન પરેશભાઈ ધાનાણી વિરજીભાઇ ઠુંમર અમરીશભાઈ ડેર પ્રતાપભાઇ દુધાત ડી કે રૈયાણી ટીકુભાઈ વરૂ પ્રવિણભાઇ બારૈયા નાથાભાઈ પરમાર સહિતના આગેવાનોએ આગામી દિવસોમાં જાફરાબાદ તાલુકા નું અનુસૂચિત જાતિનુ કોંગ્રેસનું સંગઠન વધુમાં વધુ મજબૂત કરો તેવી શુભેચ્છા પાઠવી છે.

(1:04 pm IST)