Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ભાવનગરમાં લાવજેહાદના આરોપીને હૈદરાબાદથી ઝડપી લેવાયો યુવતીને ભગાડી વડોદરામાં ધર્મ પરિવર્તન કરાવ્યું

પોલીસે તાત્કાલિક એક્શન લઇને આરોપીને ઝડપી લીધો

ભાવનગર: શહેરમાં લવ જેહાદની વધુ એક ઘટના સામે આવી છે. યુવતીને ભગાડી વડોદરા  લઈ ગયા બાદ ધર્મપરિવર્તન કરાવાયું હોવાની માહિતી છે. જો કે પોલીસે યુવતીને ભગાડી જનાર શખ્સને હૈદરાબાદથી ઝડપી લીધો છે.લવ જેહાદ અંગે કાયદો બન્યા બાદ એક પછી એક લવ જેહાદના ગુના નોંધાઇ રહ્યા છે.

ભાવનગરમાં પણ લવ જેહાદનો આવો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સ યુવતીને ભગાડીને વડોદરા લઈ ગયો હતો અને ત્યારબાદ ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું ધર્મપરિવર્તન બાદ યુવતીને હૈદરાબાદ લઈ જવાની હતી.પરંતુ તે પહેલા જ પોલીસે યુવતીને ભગાડી જનાર શખ્સને હૈદરાબાદથી ઝડપી પાડ્યો છે.

ડેપ્યુટી મેયર કુમાર શાહની ફરિયાદના આધારે ધારાસભ્ય વિભાવરીબેન દવેએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક એક્શન લઇને આરોપીને ઝડપી લીધો છે.

 થોડા દિવસ પહેલા જ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે સમયે તેમણે લવ જેહાદની ઘટનાઓને લઈને મોટુ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે પ્રેમ કરવો ગુનો નથી પણ વિધર્મીઓ દ્વારા ષડયંત્ર રચી નામ બદલાવીને ભોળી દીકરીઓને ફસાવવામાં આવી રહી છે. ઓળખ છુપાવી, ખોટા કાગળો બનાવી યુવતીને ભોળવી લે તે નહીં ચલાવાય. પરંતુ, આ પ્રકારની બાબત ગુજરાત પોલીસ જરા પણ ચલાવી નહીં લે.

(11:54 pm IST)