Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોટી પાનેલીના પૂર્વ સરપંચ મનુભાઇ ભાલોડિયા દ્વારા સ્મશાન ગૃહ માટે ઉમદા સેવા પ્રવૃત્તિ

ચોમાસા અગાઉ ત્રણ હજાર મણ જેટલા લાકડા એકઠા કર્યા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૧૧ : ઉપલેટા તાલુકાના તેરહજારની વસ્તી ધરાવતા મોટી પાનેલીમાં દાતાશ્રી ઓ દ્વારા અર્પિત થયેલ દાનની વિશાળ સરવાણીથી શાંત અને નિર્મણ વાતાવરણમાં વિશાળ વૃક્ષઓની વચ્ચે સુંદર મજાનું અંતિમધામ બનાવવામાં આવેલ છે. જેમાં સુંદર મજાના ફૂલછોડ સાથે દરેક સમુદાયના કુળદેવતાઓની મૂર્તિ તેમજ પ્રાર્થનાહોલ બગીચાનું સુંદર નિર્માણ થયેલ છે જેને લીધે મૃતકના પરિજનો નો વિલય શાંત થાય અને નૈસર્ગીક વાતાવરણમાં પરિજનોનું મન હળવું રહે સાથેજ મૃતકના આત્માને પણ શાંતિ મળે એવુ આહલાદક રમણીય અંતિમધામ માટે મોટી પાનેલીના પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડીયા દ્વારા નિસ્વાર્થ ઉમદા સેવા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

પાનેલીના આ સ્મશાન ગૃહમાં ચોમાસાની આગવી તૈયારીના ભાગરૂપે પૂર્વ સરપંચ દ્વારા ભરઉનાળે ગમે ત્યાં વાળી વિસ્તારમાં પહોંચી સૂકા લાકડાના ટ્રેકટરો ભરી સ્મશાનગૃહમાં ઠલવાઇ રહ્યા છે અત્યાર સુધીમાં લગભગ ત્રણહજાર મણ જેટલાં લાકડા એકઠા કર્યા છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં મનુભાઈ સાથે લલિત ચૌહાણ તેમજ કાસમભાઈ સાથે હાજાભાઇનો સુંદર સહયોગ રહ્યો છે.

(11:46 am IST)