Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કચ્‍છના અંજારમાં બેટરી ફાટતા ખુલ્લા ગોડાઉનમાં પાર્ક કરાયેલી એકસાથે ૨૭ ઇ-રીક્ષા સળગીને ખાખ

૩૦થી ૩૫ લાખનું નુકસાન થયુ : પોલીસ તપાસનો ધમધમાટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્‍છમાં ગાંધીધામ શહેર મધ્‍યે ઈ-રીક્ષાનું વેચાણ કરતી અગ્રવાલ રાઈડર્સ કંપની ઈ-રીક્ષાનો વધારાનો સ્‍ટોક નજીક આવેલ અંજાર તા. વરસાણા ગામની સીમમાં આવેલ ખુલ્લા ગોડાઉનમાં રાખે છે.
એક ખેતરમાં અહીં ચોતરફ પતરાંના શેડની બાઉન્‍ડરી બનાવી ગોડાઉન બનાવાયું છે, જે ઉપરથી ખુલ્લું છે. ગત રાત્રે ત્રણ વાગ્‍યાના અરસામાં એક ઈ-રીક્ષાની બેટરી ફાટતાં તેમાં આગ લાગી હતી. જોતજોતામાં આગની લપેટમાં પાર્ક થયેલી અન્‍ય ૨૬ ઈ-રીક્ષાઓ પણ આવી ગઈ હતી અને ખાખ થઈ ગઈ હતી.
કંપની સંચાલકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ત્‍યાં સુધી કુલ ૨૭ ઈ-રીક્ષા કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. બનાવ અંગે અંજાર પોલીસ મથકે આગ અકસ્‍માતની નોંધ પડાઈ હતી. એક રીક્ષાની અંદાજે ૧.૩૦ લાખ હોઈ અંદાજિત ૩૦ થી ૩૫ લાખ રૂ.નું નુકસાન થયું છે

 

(10:27 am IST)