Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીમાં ઍકધારો વધારો

મહતમ તાપમાનનો પારો ઉંચે આવતા સૌ કોઇ આકુળ-વ્યાકુળ : આજે સવારે આછા વાછળા છવાયા

રાજકોટ,તા. ૧૦ : રાજકોટ સહિત અસહ્ના ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને મહતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડી ગયો છે.
સવારથી અસહ્ના તાપ પડવા લાગતા લોકોને બફારાનો સામનો કરવો પડે છે. બપોરના સમયે મહતમ તાપમાન ઉંચે ચડી જતા રસ્તાઓ સુમસામ થઇ જાય છે.
ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઇ રહયો છે. વૈશાખના ગરમ વાયરા સાથે આકાશમાંથી અગનગોળા વરસતા હોય ઍમ તાપ અને ગરમીથી જનજીવન અને જીવસૃષ્ટિ અકળાઇ રહ્ના છે.
આજે તારી ૧૦મીથી બે દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હિટવેવ રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાયું છે.
કાલે અમદાવાદમાં ૪૨.૬ ડિગ્રી, વડોદરામાં ૪૨, રાજકોટમાં ૪૧.૪, સોરઠમાં જૂનાગઢ પંથકમાં ૪૨ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૭ ડિગ્રી મહતમ તાપમાન નોîધાયુ હતું. જેની સામે સમગ્ર રાજ્યમાં પવનની ગતિ રાજકોટમાં સૌથી વધુ ૧૮.૩ કિલોમીટર નોîધાઇ હતી. અમદાવાદમાં માત્ર ૫.૪ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંફાયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન હજુ સુધી અકળાવનારૂં બની રહ્નાં નથી. સુરતમાં આજે ૩૬ ડિગ્રી, દ્વારકા ૩૧ અને વેરાવળમાં ૩૦ ડિગ્રી મહતમ તાપમાન નોîધાયુ હતું. વેરાવળમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ૮૬ ટકા જેટલુ ઉચું નોîધાયુ હતું. જે દ્વારકામાં ૭૬ ટકા રહ્નાં હતું. જ્યારે રાજકોટ સહિતના સુકા ગણાતા પ્રદેશોમાં હવામાં ભેજનું પ્રમાણ ૧૬ ટકાથી ૨૫ ટકા વચ્ચે રહ્નાં હતું.

 

(12:19 pm IST)