Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મોડાસાના સરડોઈ ડુંગર પાસે ચામુંડા માતાજીના મંદિર પાસેઆખા જંગલ વિસ્તારમાં આગ ભભૂકી : 2 કી,મી, સુધી પ્રસરી

કેટલાક યુવાનોએ કાચબા સહિતના અનેક જીવોના જીવ બચાવ્યા: ભયાનક આગના કારણે ડુંગર અને આસપાસના વિસ્તારમાં રહેતા અનેક વન્યજીવો ઝપેટમાં

અરવલ્લીના મોડાસા પાસે સરડોઈ ડુંગર પાસે ચામુંડા માતાજીના મંદિર પાસે આખા જંગલ વિસ્તારમાં આગ લાગી હતી જે 2 કિમી સુધીનઆ વિસ્તારમાં ફેરવાઇ ગઈ. આગ લાગવાના કારણે વનરાજી બળીને રાખ થઈ ગઈ છે અને આગ લાગવાના કારણને લઈને સ્થાનિકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે. 
ભયાનક આગના કારણે ડુંગર અને આસપાસના વિસ્તારમાં રહેતા અનેક વન્યજીવો ઝપેટમાં આવ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં મોટી સંખ્યામાં વન્યજીવોના મોત થયા હોવાની આશંકા છે. આ સાથે જ આખા બે કિમી વિસ્તારમાં વનરાજી પણ સમાપ્ત થઈ ગઈ છે. સરડોઈ ડુંગર પાસે લાગેલ આગમાં વન્યજીવોને બચાવવા માટે કેટલાક લોકો દોડી પણ આવ્યા હતા. 
આગની વચ્ચે કેટલાક યુવાનોએ કાચબા સહિતના અનેક જીવોના જીવ બચાવ્યા હતા, પણ આગ બાદ આખું જ ડુંગર વેરાન થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. 

 

(7:07 pm IST)